Last Updated on March 25, 2021 by
મોટા ભાગે મોદી સરકારને ટાર્ગેટ કરતા રાહુલ ગાંધીએ હવે આરએસએસ એટલે કે રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘને નિશાન પર લીધુ છે. રાહુલ ગાંધીના આરોપ છે કે, સંઘમાં મહિલાઓ અને વૃધ્ધોનુ સન્માન નથી એટલે તેને પરિવાર કહી શકાય નહીં.
આરએસએસ પર રાહુલ ગાંધીનું કટાક્ષ
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, હવે હું આરએસએસને સંઘ પરિવાર નહીં કહું. મારુ માનવુ છે કે, સંઘને પરિવાર કહેવુ યોગ્ય નથી. કારણ કે પરિવારમાં મહિલાઓ હોય છે અને વૃધ્ધો માટે સન્માનની અને પ્રેમની ભાવના હોય છે. જે આરએસએસમાં નથી, એટલે હવે હું આરએસએસને સંઘ પરિવાર કહેવાનો નથી.
मेरा मानना है कि RSS व सम्बंधित संगठन को संघ परिवार कहना सही नहीं- परिवार में महिलाएँ होती हैं, बुजुर्गों के लिए सम्मान होता, करुणा और स्नेह की भावना होती है- जो RSS में नहीं है।
— Rahul Gandhi (@RahulGandhi) March 25, 2021
अब RSS को संघ परिवार नहीं कहूँगा!
એક દિવસે પહેલા પણ રાહુલ ગાંધીએ આરએસએસ અંગે ટિપ્પણી કરી હતી.બિહાર સરકારે પોલીસને વિશેષ સત્તા આપવાના એક બિલને વિધાનસભામા મુક્યા બાદ થયેલા હંગામાના પગલે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, બિહાર વિધાનસભાની ઘટનાથી સ્પષ્ટ દેખાય છે કે, મુખ્યમંત્રી નિતિશકુમાર સંપૂર્ણપણે ભાજપ અને આરએસએસમય બની ચુક્યા છે. લોકશાહીનું વસ્ત્રાહરણ કરનારાઓને પોતે સરકાર છે તેવુ કહેવાનો કોઈ અધિકાર નથી. જો કે, અમે ડરતા નથી અને અવાજ ઉઠાવતા રહીશું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31