GSTV
Gujarat Government Advertisement

ભાજપે ચૂંટણી જીતવા પૈસા અને વહીવટી તંત્રનો દુરૂપયોગ કર્યો, કોંગ્રેસના આ નેતાએ લગાવ્યો આક્ષેપ

CONGRESS

Last Updated on March 5, 2021 by

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર બાદ કોંગ્રેસના નેતાઓ હવે હારના કારણો જણાવી રહ્યાં છે. તો કેટલાંક નેતાઓ હારનું ઠીકરૂં ડાયરેક્ટ EVM પર ફોડી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી હાર અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘2015માં કોંગ્રેસને જનતાના જે આશિર્વાદ મળ્યા હતાં તે આ વખતે નથી મળ્યાં. જો કે ભાજપે ચૂંટણી જીતવા માટે પૈસા, લોભ, લાલચ અને વહીવટી તંત્રનો દુરૂપયોગ કર્યો છે. ભાજપના શાસનમાં લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે. મનપામાં મતદાન ઓછું થયું એટલે ભાજપના શાસનથી 75 ટકા લોકો નાખુશ છે.’

bharatsinh solanki

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં ભાજપનો ભવ્ય વિજય થતા રાજ્યમાં ચારે બાજુ ભગવો લહેરાયો હતો. ત્યારે એવામાં કોંગ્રેસના રાજ્યમાંથી સૂપડાં સાફ થઇ જતા કોંગ્રેસે હવે નવસર્જન કરવું પડે તેવી સ્થિતિ થઇ ગઇ છે. પરંતુ તેમ છતાં કોંગ્રેસના કેટલાંક આગેવાનો ભાજપ પર આક્ષેપો લગાવી રહ્યાં છે. EVM માં છેડછાડ કરાઇ હોવાના ભાજપ પર સરેઆમ આક્ષેપો લગાવવામાં આવી રહ્યાં છે.

ભાજપે વિજયની હેટ્રિક નોંધાવી

ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં તેમજ 6 મહાનગરપાલિકામાં પણ જીત મેળવતા સમગ્ર રાજ્યમાં કેસરિયો છવાયો હતો. જ્યારે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો છે. વિધાનસભાની પેટાચૂંટણી, મહાનગરપાલિકા બાદ પંચાયતોમાં પણ ભાજપે સતત વિજય હાંસલ કર્યો છે. ભાજપે વિજયની હેટ્રિક નોંધાવી છે. શહેરી મતદારોની જેમ ગ્રામિણ મતદારોએ પણ વિકાસની રાજનીતિ પર અંતિમ મહોર મારી હતી. ભાજપે તાલુકા પંચાયતમાં 3236, જિલ્લા પંચાયતમાં 771 અને નગરપાલિકામાં 2027 બેઠકો હાંસલ કરી હતી.

BJP CONGRESS

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33