GSTV
Gujarat Government Advertisement

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનો મળ્યો મોટો ઝટકો, દાખલ અરજીને કોર્ટે ફગાવી

Last Updated on March 11, 2021 by

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને મોટો ઝટકો મળ્યો છે. ગુજરાત હાઈકોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. જેમાં હાર્દિક પટેલે ગુજરાત રાજ્યબ બહાર જવાની અરજી દાખલ કરી હતી. ત્યારે રાજ્ય બહાર જવાની પરવાનગી અંગે મોટો ઝટકો મળ્યો છે. જેમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષને ગુજરાત બહાર જવા માટે હાઈકોર્ટની પરમીશન લેવી જરૂરી છે.

ગુજરાત બહાર જવા માટે હાઈકોર્ટની પરમીશન લેવી જરૂરી

ત્યારે આ અંગે હાર્દીક પટેલે કાયમી ગુજરાત બહાર જવાની અરજી દાખલ કરી હતી, જે અરજીને હાઈકોર્ટે સંદતર રીતે ફગાવી દીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ હાર્દિક પટેલને સેશન કોર્ટે પંદર દિવસ માટે ગુજરાત બહાર જવાની મંજૂરી આપી હતી.

આ દાખલ કરેલી અરજી અંતર્ગત હાર્દીક પટેલે આજે એટલેકે બુધવારે આ મામલે કોર્ટે સુનાવણી કરી હતી, જેમાં કોર્ટે મંજૂરી રદ કરી દીધી હતી. નોંધનીય છે કે વર્ષ 2015માં રાજ્યભરમાં પાટીદાર આંદોલન થયું હતું, આ અનામત આંદોલન દરમ્યાન હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ લાગ્યો હતો, ત્યાર બાદ હાર્દીકની ધરપકડ થઈ અને સુરતની લાજપોર જેલમાં સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન જામીન મળ્યા પહેલાં અમુક સમય સુધી ગુજરાત બહાર રહેવાનો ફરમાન કરવામાં આવ્યો હતો.

હાર્દિક

હાર્દિકની રાજકીય ભૂમિકા અંગે પણ ચર્ચાઓ અને અટકળો

હાલ કાયમી ધોરણે રાજ્ય બહાર જવાની અરજી કરી હતી તે કોર્ટે ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે હાર્દીક પટેલ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ છે,. પરંતુ તેઓ રાજકીય ક્ષેત્રે સક્રિય નથી. આગામી સમયમાં હાર્દિકની રાજકીય ભૂમિકા અંગે પણ ચર્ચાઓ અને અટકળો થઈ રહી છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33