Last Updated on February 27, 2021 by
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદની રાજ્યસભામાંથી વિદાઈ અને રાહુલ ગાંધીના ઉત્તર-દક્ષિણના નિવેદન બાદ પાર્ટીના સીનિયર નેતા આજે જમ્મુમાં ભેગા થઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ રાહુલ ગાંધી આજે તમિલનાડુના ચૂંટણી પ્રવાસે છે. આ એ 23 નેતા છે જેમણે શીર્ષ નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમને G-23 નામથી ઓળખવામાં આવે છે. જમ્મુ પહોંચવા વાળા હરિયાણાના પૂર્વ સીએમ ભુપેન્દ્ર સિંહ હુડ્ડા, પૂર્વ યુપી કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બર, પૂર્વ કેન્દ્રીય મંત્રી આંનદ શર્મા અને કપિલ સિબ્બ્લ સામેલ છે. કિઓન્ગ્રેસના રાજ્ય સભાના સાંસદ વિવેક તન્ખા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારી તેમની સાથે આવવાની સંભાવના છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આજે જમ્મુમાં ગાંધી ગ્લોબલ ફેમિલી નામક એક એનજીઓ સમારોહમાં ભાગ લેશે. ગુલામ નાખી આઝાદ આ એનજીઓના પ્રમુખ છે.
અટકળો લગાવવામાં આવી રહી છે કે તે અસંતુષ્ટ નેતા પાર્ટીના કામકાજ પર સવાલ ઉભા કરી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના સુત્રોએ જણાવ્યું કે, વરિષ્ઠ નેતાઓનો પ્રવાસ આધિકારીક નથી.
સુત્રો અનુસાર, ન તો અમે આ નેતાઓની યાત્રા માટે કહ્યું છે કે ન તો દિલ્હીમાં આલાકમાનને તેમને જમ્મુના પ્રવાસ માટે પ્રતિનિયુક્ત કર્યા છે. પરંતુ આઝાદ સાહેબની જમ્મુના યાત્રા અંગે જાણ થયા બાદ અમે તેમને જમ્મુ-કાશ્મીરના એકમના કોંગ્રેસ કમીટીના કાર્યાલયમાં નેતાઓને મળીને અનુરોધ કર્યો.
Open rebellion in Congress: Upset G-23 leaders likely to give strong message to Gandhis from Jammu tomorrow
— ANI Digital (@ani_digital) February 26, 2021
Read @ANI Story | https://t.co/wlXLQ7vBWl pic.twitter.com/6YvUn2U4qR
ઉલ્લેખ કરવું મહત્વનું છે કે કોંગ્રેસમાં અસંતુષ્ટોના સમૂહને રાહુલ ગાંધીની હાલની પરિસ્થિતિ ‘ઉત્તર-દક્ષિણ’ ટીપ્પણીથી નાખુશ માનવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના આ સીનિયર નેતા ગુલાબ નબી આઝાદને ફરી રાજ્યસભા માટે નામાંકિત ન કરવાથી તે નારાજ થયા છે.
આ દરમ્યાન શુક્રવારના રોજ જમ્મુમાં પાર્ટી કાર્યાલયની બહાર મીડિયાકર્મીયો સાથે વાત કરતા આઝાદે કહ્યું કે, કોંગ્રેસ આગામી 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચુંટણી લડવા જઈ રહ્યા છે. ગુલામ નબી આઝાદે કહ્યું કે, અમે પૂરી તાકાત લગાવી ચુંટણી લડશું. અમે મજબૂત લડાઈ લડશું.
આ પ્રશ્ન પર કે શું હવે તેઓ જમ્મુ-કાશ્મીરની રાજનીતિમાં પરત આવશે. ગુલામ નબી આઝાદે કહ્યું કે, તેમને જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર દેશની ચીંતા છે.
બીજી તરફ જમ્મિ-કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ જી.એમ. મીરે શુક્રવારના રોજ કહ્યું કે, આગામી દિવસોમાં ગુલામ નબી આઝાદ જમ્મુ-કાશ્મીરની રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
જી.એમ. મીરે શુક્રવારે કહ્યું કે, અમે ખુશ છીએ કે આઝાદ સાહેબએ જમ્મુમાં પાર્ટી કાર્યલયનો પ્રવાસ કર્યો. તેઓ 3 દિવસની જમ્મુ યાત્રા પર છે. તેમને પાર્ટી નેતાઓ સાથે વિચાર-વિમર્શ કર્યો. મને અન્ય વરિષ્ઠ નેતાઓની યાત્રા અંગે કાંઈ જાણકારી નથી. તેના પર કોઈ ટિપ્પણી નહીં કરી શકું, જ્યાં સુધી આઝાદ સાહેબનો સવાલ છે. તેમના નેતૃત્વ અને રાજનૈતિક કૌશલ જમ્મુ-કાશ્મીરમાં પાર્ટીની મદદ કરનાર છે. તેઓ અમારા વરિષ્ઠ નેતા છે. તેઓ જમ્મુ-કાશ્મીરની રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. જમ્મુ-કાશ્મીરમાં CM નો ચહેરો પાર્ટી હાઈ કમાન તેમને બનાવી રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31