Last Updated on March 10, 2021 by
રાજ્ય સરકાર ટેકાના ભાવે ચણાની ખરીદી કરે છે. જો કે સરકાર માત્ર વાતો કરતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ જણાવ્યું કે, ‘સરકાર માત્ર 50 મણ જ ચણાની ખરીદી કરે છે પરંતુ 50 મણ ચણાની ખરીદીમાં તો ખર્ચ પણ નીકળતો નથી.’ સરકાર એક ખેડૂત પાસેથી 200 મણ ચણાની ખરીદી કરે તેવી તેમણે ગૃહમાં રજૂઆત કરી હતી.
સરકાર માત્ર વાતો જ કરે છે : હર્ષદ રિબડિયા
તેમણે જણાવ્યું કે, ‘રાજ્યના વિવિધ ખેડૂત સંઘો પણ ખેડૂત દીઠ 200 મણ ચણાની ખરીદી થાય તેવી માંગ કરી રહ્યાં છે અને આ બાબતે ગૃહમાં રજૂઆત કરવામાં આવી છે. ચણાની ખરીદી ટેકાના ભાવે કરવાની વાત સરકાર કરે છે પણ સરકાર એવું કરતી નથી.’ રાજ્યના વિવિધ કિસાન સંઘો દ્વારા એક કિસાન પાસેથી સરકાર 200 મણ ચણાની ખરીદી કરે તેવી મને રજૂઆત કરાતા મે આજે ગૃહમાં આ રજૂઆત કરી હતી.
ભારતીય કિસાન સંઘના રાજકોટ એકમે પણ આ અંગે કલેક્ટરને પાઠવ્યું આવેદન
નોંધનીય છે કે, ભારતીય કિસાન સંઘના રાજકોટ એકમે પણ કલેક્ટરને આવેદન પાઠવીને ચણાની ખરીદી 50 મણને બદલે 200 મણ લેવા માંગ કરી હતી. ભારતીય કિસાન સંઘે સૂત્રોચ્ચાર સાથે ચણાની કોથળીઓ દેખાડીને દેખાવો કરીને કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. સરકાર ચણાની ખરીદી ખાતેદાર દીઠ 200 મણ કરે એવી ભારતીય કિસાન સંઘની માંગણી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31