Last Updated on March 12, 2021 by
લોકસભા ચૂંટણીમાં મળેલ હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારથી માંડીને આજદિન સુધી કોંગ્રેસ પાર્ટીનું સુકાન કાર્યકારી અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીના હાથમાં છે. દોઢ વર્ષ બાદ પણ કોંગ્રેસને પૂર્ણકાલીન અધ્યક્ષ નથી મળી શક્યા. કોંગ્રેસમાં બે જૂથ પડી ગયા છે, જેમાંથી એક ગ્રુપ છે જે કોંગ્રેસમાં ઉભા થયેલ સંકટ માટે ગાંધી પરિવારને અને તેમાં પણ ખાસ કરીને રાહુલ ગાંધીને જવાબદાર માને છે. જયારે એક ગ્રુપ એવું છે જે રાહુલ ગાંધીને ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માંગ કરી રહ્યું છે.
કોંગ્રેસની હાલની રાજકીય સ્થિતિ જોવા અવારનવાર સવાલો ઉઠતા રહે છે કે રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટી માટે સમસ્યા છે કે સમાધાન? કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું કે 99% કોંગ્રેસી કાર્યકરો રાહુલ ગાંધીને પોતાનો નેતા મને છે અને તેમને અધ્યક્ષના રૂપમાં જોવા માંગે છે.
પૂર્વ નાણામંત્રીએ કહ્યું, મને નથી ખબર કે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડશે કે કેમ. રાહુલ ચૂંટણી લડે પણ ખરા અને ન પણ લડે. કોંગ્રેસ અધ્યક્ષ માટે અન્ય કોઈપણ ઉમેદવાર હોઈ શકે છે, પરંતુ પાર્ટી મે મહિના બાદ ટૂંક સમયમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી કરશે.
ચિદમ્બરમે કહ્યું, ‘ એક પાર્ટીનો નેતા માત્ર પાર્ટીના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે. મેં એમ પણ સલાહ આપી હતી કે સોનિયા ગાંધીને વચગાળાના અધ્યક્ષ બનાવવા જોઈએ. મેં કહ્યું હતું કે પાર્ટીમાં પૂર્ણકાલીન અધ્યક્ષ હોવા જોઈએ. માહુ આજે પણ માનવું છે કે ચૂંટણી થવી જોઈએ અને મને લાગે છે કે વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસમાં ચૂંટણી થશે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ ચૂંટણી માટે સહમત છે.
પૂર્વ કેન્દ્રીય નાણામંત્રીએ જણાવ્યું કે મેં છેલ્લા ત્રણ મહિનાઓમાં લગભગ 35 બૂથ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી છે. લગભગ 35 બેઠકોને સંબોધિત કરી છે. મે પોતાના વિસ્તારના હજારો કાર્યકર્તાઓ સાથે વાત કરી, 100 માંથી 99 કાર્યકર્તા રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવા માંગે છે. પરંતુ, તેનો નિર્ણય રાહુલ ગાંધીએ કરવાનો છે.
જણાવી દઈએ કે કોંગ્રેસમાં પૂર્ણકાલીન અધ્યક્ષ અને સંગઠનની ચૂંટણી કરાવવાની માંગને લઈને ગુલામ નબી આઝાદની આગેવાનીમાં પાર્ટીના 23 નેતાઓએ ગર્ત વર્ષે ઓગસ્ટમાં સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. સાથે જ આ નેતાઓએ ગાંધી પરિવાર પર સવાલ પણ ઉઠાવ્યા હતા. કોંગ્રેસના જે 23 નેતાઓએ માંગ કરી હતી કે કોંગ્રેસ સંગઠનની ચૂંટણી કરાવવામાં આવે જેથી પાર્ટીનું અસ્તિત્વ જળવાઈ રહે. ત્યારબાદ પાર્ટી બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી.
કોંગ્રેસમાં લોકશાહીની બહાલી અને અધ્યક્ષની ચૂંટણી પર ચિદમ્બરમે કહ્યું, “સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ક્યારેય તે વાતથી ઇન્કાર નથી કરી રહ્યા કે પાર્ટીમાં ચૂંટણી થવી જોઈએ. પરંતુ, મારા કેટલાંક મિત્રો જે રીતે બહાર ખુલી રીતે બોલી રહ્યા છે હું તેમની સાથે સહમત નથી. હું મારા મિત્રોને સલાહ આપું છું કે ચિઠ્ઠીઓ લખવાને બદલે સોનિયા ગાંધીની એપોઇન્ટમેન્ટ લઈને તેમની સાથે સીધી જ વાત કરો. સોનિયા ગાંધીનો ઈરાદો ચૂંટણી કરાવવાનો છે.
ચૂંટણી પરિણામો અને કોંગ્રેસમાં આઈસીયુમાં ચાલી ગઈ હોવાના સવાલ પર પી. ચિદમ્બરમે કહ્યું કે ગર 50 વર્ષની મારી પોતાની રાજનીતિમાં મેં વિરોધીઓને અનેકવાર આમ કહેતા સાંભળ્યા છે. ભલે તે 1977 હોય 1998 હોય કે 2003. દરેક પાર્ટીની જેમ કોંગ્રેસમાં રાજકીય ઉત્તર ચઢાવ આવતા જતા રહે છે. 2018-19માં કોંગ્રેસે 5 વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. ગોવા જેવા અનેક રાજ્યોમાં ગવર્નરના જોરે ભાજપે અમારી પાસેથી સરકાર આંચકી લીધી. હજુ પણ મણિપુરમાં 13 ધારાસભ્યોનું સભ્યપદ જવાનો ખતરો છે. ત્યાં પણ એક સરકાર ગેરકાયદેસર રીતે બની છે.
પાંચ રાજ્યોમાં થઇ રહેલ ચૂંટણીને લઈને ચિદમ્બરમે કહ્યું કે આવનાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને તેનું ગઠબંધન અને રાજ્યોમાં જીતશે. તેમણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે કેરળમાં જીતશે, અમારું ગઠબંધન તામિલનાડુમાં પણ મોટી જીત મેળવશે. ગઈ વખતે, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ ત્રણ રાજ્યોમાં ભાજપની હાર થઇ છે અને આ વખતે દક્ષિણ ભારતમાં ભાજપ નહિ જીતી શકે, તો શું કહી શકશો કે ભાજપ આઈસીયુમાં જતી રહી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31