Last Updated on March 17, 2021 by
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામ ક્યારના આવી ચૂક્યાં છે. ત્યારે સમગ્ર ગુજરાત ભાજપના ભગવા રંગે રંગાઇ ગયું છે. ત્રણેય મોરચા પર ભાજપે મોટી જીત હાંસલ કરી દીધી છે. તેમ છતાં ગુજરાતનો સૌથી મોટો ગઢ એટલે અમદાવાદ જિલ્લા પંચાયત કે જ્યાં ભાજપની સ્થિતિ સાવ ઉલ્ટી જોવા મળી છે. અહીં ભાજપે ભવ્ય જીત મેળવ્યા બાદ પણ મોંમાં આવેલો કોળિયો જાણે કે છીનવી લીધો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે તેમ છતાં અમદાવાદ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ ભાજપે ગુમાવવાનો વારો આવ્યો છે.
અમદાવાદ જિલ્લામાં એક માત્ર પ્રમુખ પદ માટે એસ.ટી મહીલા અનામત સાથે રિઝર્વ રખાઇ
આજે અમદાવાદ જીલ્લા પંચાયતના પ્રમુખ- ઉપપ્રમુખ માટે ફોર્મ ભરવામાં આવ્યાં. ત્યારે ભાજપની બહુમતી હોવા છતાં પ્રમુખપદે વિપક્ષ કોગ્રેસના સભ્ય બીરાજશે. આ વખતે અમદાવાદ જિલ્લામાં એક માત્ર પ્રમુખ પદ માટે એસ.ટી મહીલા અનામત સાથે રિઝર્વ રખાઇ હતી. ત્યારે ભાજપ પાસે એવો કોઇ વિજેતા ઉમેદવાર નથી. જેથી એક માત્ર કોંગ્રેસના મહિલા ઉમેદવાર પારુબહેન પઢાર કે જેઓ એસ.ટી મહિલા છે કે જેઓને નિયમ મુજબ પ્રમુખ બનાવવામાં આવશે. સ્થિતિ જ એવી સર્જાઇ કે હવે ના છૂટકે પણ કોંગ્રેસમાંથી વિજેતા બનેલા ઉમેદવારને પ્રમુખ બનાવવા પડશે.
કોંગ્રેસ ઉમેદવાર પારૂબહેન પઢાર નિયમ મુજબ જિલ્લા પંચાયત પ્રમુખ રહેશે
તમને જણાવી દઇએ કે, અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપને ૩૪માંથી ૩૦ બેઠક મળી છે. જે પૈકી ત્રણ બેઠકો ભાજપ બિન હરિફ થઇ હતી. જ્યારે કોંગ્રેસે માત્ર ચાર બેઠકો પર જીત હાંસલ કરીને સંતોષ માનવો પડ્યો હતો. ત્યારે અહીં વિચિત્ર ઘટના એવી છે કે અહીં વિપક્ષ પદ પણ કોંગ્રેસ હશે અને સત્તા પક્ષના પ્રમુખ પદે પણ કોંગ્રેસ જ હશે. કારણ કે ભાજપ પાસે બહુમતી હોવા છતા અમદાવાદ જિલ્લામાં એક માત્ર પ્રમુખ પદ માટે એસ.ટી મહીલા અનામત સાથે રિઝર્વ રખાઇ હતી. જેથી કોંગ્રેસ ઉમેદવાર પારૂબહેન પઢાર નિયમ મુજબ જિલ્લા પંચાયત પ્રમુખ રહેશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31