GSTV
Gujarat Government Advertisement

Punjab Election Survey : પંજાબમાં કોંગ્રેસ સરકાર સામે જનતામાં નારાજગી, AAPને મળી શકે છે સૌથી વધારે સીટો

Last Updated on March 19, 2021 by

કૃષિ કાયદાની સામે પંજાબમાં ભારે આંદોલનની અસર આવનારા વર્ષમાં આવનારા વિધાનસભાની ચૂંટણી ઉપર પડવાનું નિશ્ચિત મનાઈ રહી છે. તેનાથી માત્ર ભાજપ અને શિરોમણી અકાલી દળ જ નહીં પરંતુ સત્તાધારી કોંગ્રેસ પાર્ટીને પણ નુકશાન ઉઠાવવું પડી શકે છે. આ આંદોલનથી જો કોઈને ફાયદો થતો જોવા મળી રહ્યો છે તે છે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને. પાછલી ચૂંટણીમાં આપે પ્રદેશમાં પ્રભાવશાળી ઉપસ્થિતિ નોંધાવી હતી.

પાર્ટીવર્ષ 2017ના પરિણામોવર્ષ 2022ના સંભવિત પરિણામોઅંતર
આપ205434
કોંગ્રેસ7746-31
ભાજપ32-1
અકાલી દળ15150
અન્ય20-2

શુક્રવારે પંજાબમાં થયેલા સર્વેમાં આ વાત સામે આવી છે અને જો કોઈ ચૂંટણી થાય છે તો તેમાં કોંગ્રેસને મોટુ નુકશાન થઈ શકે છે. સર્વે પ્રમાણે પાર્ટીને 31 સીટોનું નુકશાન ઉઠાવવું પડી શકે છે. 77 સીટો મેળવનારી કોંગ્રેસ 46 સીટો ઉપર ચૂંટાઈ શકે છે. તો અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને 34 સીટોના ફાયદાની સાથે 54 સીટો મળી શકે છે. તો ચૂંટણીમાં માત્ર 20 સીટ મળી શકે છે. આ આંકડા જણાવે છે કે, પ્રદેશમાં ઝાડુની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે.

ભાજપ-અકાલી દળની શું રહેશે સ્થિતિ

ભાજપ અને શિરોમણી અકળી દળની વાત કરીએ તો વિતેલી વિધાનસભાની ચૂંટણીમાં બંને સાથે ચૂંટણી લડ્યાં હતાં. તેમને માત્ર 18 સીટો મળી હતી તો આપથી પણ એક સ્થાન નીચે રહી હતી. આ વખતે બંને પાર્ટીઓમાં કૃષિ કાયદાને લઈને મતભેદ થયો છે. અકાલી દળના કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરે રાજીનામું આપ્યું હતુ અને બાદમાં અકાલી ગઠબંધનથી અલગ થઈ ગઈ. સર્વે પ્રમાણે કૃષિ કાયદાને લઈને આંદોલનથી અકાલી દળને નુકશાન થતું દેખાઈ રહ્યું નથી પરંતુ ફાયદો થવાની સંભાવના પણ દેખાતી નથી. સર્વે પ્રમાણે અકાલીને પાછલી વખતની જેમ 15 સીટો મળી શકે છે. તો ભાજપને એક સીટનું નુકશાન થશે. પાછલા વખતની જ્યાંથી તેમને ત્રણ સીટો મળી હતી ત્યાંથી આ વખતે માત્ર બે સીટ ઉપરથી સંતોષ માનવો પડી શકે છે.

કોંગ્રેસમાં સિધ્ધુ સીએમ માટે સૌથી લોકપ્રિય ઉમેદવાર

કોંગ્રેસમાં કૈપ્ટન અમરિંદર સિંહની લોકપ્રિયતા ઓછી થઈ છે. સર્વે પ્રમાણે માત્ર 23 ટકા લોકોએ કહ્યું છે કે સિધ્ધુ કોંગ્રેસને સારૂ નેતૃત્વ આપી શકે છે. તો 43 ટકા લોકો સિધ્ધુના પક્ષમાં પોતાનો મત આપ્યો હતો. 26 ટકા લોકોએ બંનેને સારા માન્યાં નથી. 43 ટકા લોકોનું કહેવું છે કે, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પંજાબમાં સરકાર બનાવી શકે છે. 32 ટકા લોકોએ તેની સાથે સહમત થયા નથી. 25 ટકા લોકોએ કહ્યું હતું કે તેમને ખબર નથી.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33