GSTV
Gujarat Government Advertisement

કોરોના બેકાબુ: મહારાષ્ટ્રના નાગપુર પછી આ 2 શહેરોમાં લાગ્યું સંપૂર્ણ લોકડાઉન, આજ રાતથી જ આકરા પ્રતિબંધો લદાશે

Last Updated on March 24, 2021 by

કોરોના વાયરસનું સંકટ દેશમાં વધી રહ્યું છે, અને હવે મહારાષ્ટ્રમાં તેનું સૌથી વધુ અસર દેખાઈ રહી છે. આ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો છે. રાજ્યના બીડ જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. જિલ્લામાં કોરોના વાયરસના વધતા મામલાઓને કારણે પ્રશાસને લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

મહારાષ્ટ્રના નાંદેડમાં પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો

મહારાષ્ટ્રના નાંદેડમાં પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગું કરવામાં આવશે, બીજી તરફ બીડ જિલ્લામાં પણ સખ્ત પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.

બીડ જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી

બીડ જિલ્લામાં 26 માર્ચથી લઈને 4 એપ્રિલ સુધી સંપૂર્ણ રીતે લોકડાઉન લાગું રહેશે. આ દરમ્યાન તમામ પ્રકારના બાઝાર, સ્કૂલ અને અન્ય સંસ્થાન પણ સંપૂર્ણ રીતે બધ રહેશે.અને લોકોને બહાર નિકળવા પર રોક લાગશે. જોકે અત્યંત જરૂરી (સ્વાસ્થ્ય કર્મી, કોરોના વોરિયર્સ)ને કાર્ય પર જવા માટે છૂટ-છાટ આપી છે, બીડ જિલ્લા પહેલા મહારાષ્ટ્રના નાગપુરમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ સિવાય નાસિક-ઠાણે-પુણે જેવા વિસ્તારોમાં પહેલેથીજ નાઈટ કર્ફયુ અથવા અન્ય સખ્ત પગલાં ઉઠાવવામાં આવ્યા છે.

ત્રણ હજારની નજીક પહોંચ્યા એક્ટિવ કેસો

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પહેલેથીજ કોરોનાના મામલાને કારણે લોકડાઉન અને નાઈટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે, હવે આ શહેરોની યાદીમાં બીડનું પણ નામ જોડાઈ ગયું છે. બીડમાં છેલ્લા ઘણા દિવસથી અચાનક કોરોનાના કેસોમાં વધારો થયો છે. અને જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા ત્રણ હજારને પાર થતાં આ સખ્ત નિર્ણય લેવામાં આવ્યો છે.

લોકડાઉન અને નાઈટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી

 મહારાષ્ટ્રમાં  અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દરદીઓની  કુલ  સંખ્યા  ૨૫૩૩૦૨૬  થઈ છે  જેમાંથી ૨૨૪૭૪૯૫   દરદી સાજા થયા  છે. જ્યારે   ૫૩૩૫૮૯ના મૃત્યુ નિપજયા છે. હાલ મહારાષ્ટ્કરમાં  ૨૫૩૩૦૨૬  એક્ટિવ કેસ છે. આર્થિક રાજધાની  મુંબઈમાં  છેલ્લા ૨૪ કલાકમાં  ૩૫૧૪  વ્યક્તિ  કોરોનાગ્રસ્ત  બન્યા છે.  જ્યારે  આઠના મૃત્યુ નિપજ્યા છે.  અત્યાર સુધીના   મુંબઈમાં  કુલ ૩૬૯૪૫૧ વ્યક્તિ કોરોનાગ્રસ્ત  બન્યા છે.   જેમાંથી  ૩૩૦૩૨૮ સાજા થયા  છે જ્યારે  ૧૧૬૦૪  મૃત્યુને  ભેટયા છે. મુંબઈમાં  ૨૬૫૯૯ એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં  અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દરદીઓની  કુલ  સંખ્યા  ૨૫૩૩૦૨૬

પુણેમાં  અત્યાર સુધીના ૪૮૧૨૧૨ વ્યક્તિ કોરોના ગ્રસ્ત  બન્યા છે   જેમાંથી  ૪૨૯૩૫૫ સાજા થયા છે જ્યારે   ૮૨૧૮ મૃત્યુ પામ્યા  છે.  હાલ યુણેમાં ૪૩૫૯૦ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રનો રિકવરી રેટ ઘટીને   ૮૮.૭૩  ટકા થયો છે  જ્યારે મૃત્યુ દર  ૨.૧૨ ટકા  થયો છે  હાલ મહારાષ્ટ્રનો પોઝિટીવીટી રેટ  ૧૩.૬૩  ટકા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33