Last Updated on March 8, 2021 by
વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસને માહિતી મળી હતી કે ગોત્રી ચેકપોસ્ટ ઝાયડસ બિલ્ડીંગની ગલીમાં નેપ્ચ્યુન ગ્રીન ગ્રહમાં કેટલાંક યુવક-યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે જે માહિતીના આધારે પોલીસે ઉપરોકત સ્થળે રેડ કરતાં દારૂના નશામાં ચુર યુવકોના હોશ ઉડી ગયા હતા આ તમામ લોકો દારૂનો ભરપૂર નશો કર્યું હોવાનું જણાવતાં પોલીસે તેઓની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી હતી.
પોલીસે તેઓની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી
પોલીસને ઘટનાસ્થળેથી દારૂની ખાલી બોટલો 3 એક અડધી બોટલ અને કાચની બોટલ મળી આવી હતી. પોલીસે દારૂની બોટલ 10 મોબાઈલ ફોન, ચાર ફોરવીલર મળીને કુલ 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર પ્રાથમિક તપાસ દરમિયાન નેપ્ચ્યુન ગ્રીનના જે મકાનમાં દારૂની મહેફિલ ચાલતી હતી ત્યાં રહેતા રાજ હિતેશભાઈ પંજાબીની બર્થડે પાર્ટી નિમિત્તે દારૂની મહેફિલ યોજવામાં આવી હતી.
દારૂની મહેફિલ ચાલતી હતી ત્યાં રહેતા રાજ હિતેશભાઈ પંજાબીની બર્થડે પાર્ટી નિમિત્તે દારૂની મહેફિલ યોજવામાં આવી
પોલીસે રાજ હિતેશભાઈ પંજાબી, વિશાલભાઈ શર્મા (રહે. સ્પ્રિંગ રિટ્રીટ, વાસણા ભાયલી રોડ), માલવેર કેતનભાઇ પ્રજાપતિ (રહે. ગોત્રી), વાત્સલ્ય પંકજ શાહ(રહે. અંતરીક્ષ એલિગંજ વાસણાં રોડ), રોહીન વિષ્ણુભાઈ પટેલ (રહે. ભવાનીપુરા સોસાયટી નિઝામપુરા), કેતનભાઇ પરમાર (રહે. સાકેત એપાર્ટમેન્ટ જુના પાદરા રોડ) આદિત્યશ્રી સુરેન્દ્રસિંહ પરમાર(રહે. નિર્મલ નગર સોસાયટી અકોટા) વ્રજ સચીન ભાઈ શેઠ(રહે. શ્રીનગર સોસાયટી, અકોટા) મારુક સાદીક અલી પાદરી(રહે. આંગન બંગ્લોઝ, તાંદલજા) અને વરુણ ગૌતમભાઈ અમિન(રહે. સેવાશ્રમ સોસાયટી, વાસણા રોડ)નો સમાવેશ થાય છે.
યુવક-યુવતીઓ કોલેજ સ્ટુડન્ટ હોવાનું જાણવા મળ્યું
મહેફિલમાંથી પકડાયેલા કોલેજિયનોના નામ
વડોદરા : દારૃની મહેફિલ માણતા પકડાયેલા યુવકો કોલેજમાં અભ્યાસ કરે છે.પોલીસે તેઓની ધરપકડ કરતા મોડી રાતે પોલીસ સ્ટેશન પર તેમના પરિવારજનો ઊમટી પડયા હતા.પકડાયેલા નશેબાજોના નામ નીચે મુજબ છે.
- (૧)રાજ હિતેશભાઈ પંજાબી,
- (૨)શાલિન વિશાલભાઈ શર્મા ( સ્પ્રિંગ રિટ્રીટ, વાસણા ભાયલી રોડ),
- (૩)માલવેગ કેતનભાઇ પ્રજાપતિ (વ્રજનંદન ફ્લેટ, ગોત્રી),
- (૪)વાત્સલ્ય પંકજ ભાઇ શાહ( અંતરીક્ષ એલિગંજ વાસણાં રોડ),
- (૫)રોહીન વિષ્ણુભાઈ પટેલ ( ભવાનીપુરા સોસાયટી ,નિઝામપુરા),
- (૬) ધુ્રવીલ કેતનભાઇ પરમાર ( સાકેત એપાર્ટમેન્ટ જુના પાદરા રોડ)
- (૭) આદિત્યસિંહ સુરેન્દ્રસિંહ પરમાર(નિર્મલ નગર સોસાયટી અકોટા)
- (૮) વ્રજ સચીનભાઈ શેઠ( શ્રીનગર સોસાયટી, અકોટા)
- (૯)મારુક સાદીક અલી પાદરી(આંગન બંગ્લોઝ, તાંદલજા) અને
- (૧૦)વરુણ ગૌતમભાઈ અમિન( સેવાશ્રમ સોસાયટી, વાસણા રોડ)
દારૃની મ્હેફિલમાંથી પકડાયેલા તમામ યુવકો વિદ્યાર્થી છે. જે પૈકીના કેટલાક વિદેશમાં અભ્યાસ કરે છે.
- નામ અભ્યાસનું સ્થળ
- રાજ અમેરિકામાં માર્કેટિંગનો કોર્સ
- વરૃણ અમેરિકામાં એન્જિનિયરીંગ
- રોહિત કેનેડામાં કોમર્સ
- શાલિન ગાંધીનગર એન્જિનિયરિંગ
- મારૃક લંડન લોનો અભ્યાસ
- ધુ્રવિલ રાજકોટ બિઝનેસ મેનેજમેન્ટ
યુવકો વિદેશમાં અભ્યાસ કરે છે
- વત્સલ કેનેડામાં બિઝનેસ કોમ્યુનિકેશન
- વ્રજ મુંબઇ એમ.બી.એ.
- આદિત્ય કેનેડા બી.બી.એ.
- માલવેગ મુંબઇ બિઝનેસ મીડિઆ એડવર્ટાઇઝમેન્ટ
જ્યારે નિફ્ટી સ્થળેથી મળી આવેલી તે યુવતીઓ પોતે કોલ્ડડ્રિંક અને સોફ્ટ ડ્રિંક પીધું હોવાનું પોલીસ સમક્ષ કેફિયત રજૂ કરતાં પોલીસે તમામ યુવતીઓના બ્લડ સેમ્પલ લઇ ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે. રિપોર્ટના આવ્યા બાદ પોલીસ આ યુવતીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે આ તમામ યુવક-યુવતીઓ કોલેજ સ્ટુડન્ટ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ તેઓ દારૂની બોટલો ક્યાંથી લાવ્યા કોની પાસેથી લાવ્યા અગાઉ કેટલી વખત ક્યાં પાર્ટી કરી છે તે વિગતો હજી પોલીસ મેળવી રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31