Last Updated on March 23, 2021 by
ભારતમાં જીવલેણ કોરોના વાયરસને એક વર્ષ પૂર્ણ થયું છે. લોકડાઉનના સમયમાં લોકોને પડેલી આર્થિક હાલાકીને ધ્યાને લઇ કોલેજ ફીમાં ઘટાડાની અરજી મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં અરજદારે જણાવ્યું કે જો સ્કૂલ ફી ઘટાડી શકાય તો કોલેજ ફી પણ ઘટાડી શકાય. સરકાર ફી મુદ્દે સ્કૂલ અને કોલેજ માટે અલગ-અલગ ધોરણો ન રાખી શકે.
- કોલેજ ફી ના મુદ્દે હાઇકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી શરૂ..
- લોક ડાઉનના સમયમાં લોકોને પડેલી આર્થિક હાલાકી ને ધ્યાને લઇ કોલેજ ફીમાં ઘટાડાની અરજીમાં કરાઈ માંગણી.
- જો સ્કૂલ ફી ઘટાડી શકાય તો કોલેજ ફી પણ ઘટાડી શકાય.
- સરકાર ફીના મુદ્દે સ્કૂલ અને કોલેજ માટે અલગ અલગ ધોરણો ના રાખી શકે.
- એડવોકેટ જનરલની કોર્ટમાં મોટું નિવેદન.ફી મુદ્દે બનાવાયેલી કમિટીઓ એ 10 ટકા ફી ઘટાડો સુચવ્યો છે
- રાજ્ય સરકાર આ મુદ્દે નિર્ણય લેશે.
- વધુ ફી ઘટાડા અંગે જો કોર્ટ ઓર્ડર કરે તો સરકાર એ મુજબ વર્તશે.
- કોર્ટે કહ્યું..શુક્રવાર સુધીમાં રાજ્ય સરકાર શુ નિર્ણય લેવા માંગે છે એ અંગે કોર્ટને જાણ કરવામાં આવે.
- કોલેજ ફી ઘટાડા અંગે એડવોકેટ જનરલને સરકારનું વલણ શુક્રવાર સુધીમાં સ્પષ્ટ કરવા કોર્ટનો નિર્દેશ
એડવોકેટ જનરલે કોર્ટમાં મોટું નિવેદન આપતા કહ્યું કે ફી મુદ્દે બનાવાયેલી કમિટીએ 10 ટકા ફી ઘટાડો સૂચવ્યો છે. આથી સરકાર આ મુદ્દે નિર્ણય લેશે. વધુ ફી ઘટાડા અંગે જો કોર્ટ ઓર્ડર કરશે તો સરકાર એ મુજબ વર્તશે. જે બાદ કોર્ટે સરકારને શુક્રવાર સુધીમાં કોલેજ ફી ઘટાડા અંગે તેમનું વલણ સ્પષ્ટ કરવા નિર્દેશ કર્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31