GSTV
Gujarat Government Advertisement

CNGના ભાવમાં ઘટાડો નહીં થાય તો રિક્ષા ચાલકો આંદોલનના મૂડમાં, સરકારની ચિંતામાં વધારો: ‘અમે તો અમારી મરજી મુજબ ભાવ લઈશું’

Last Updated on February 27, 2021 by

ગુજરાત રાજ્યમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNGના ભાવમાં કિલેએ કરવામાં આવેલા 95 પૈસાના વધારાને પાછો ખેંચી લેવાની માગણી રિક્ષાચાલકોના યુનિયને કરી છે.  આ ભાવ વધારો પાછો ન ખેંચવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.CNGના ભાવ વધાારની સીધી અસર તેમની રોજી પર પડતી હોવાની ફરિયાદ રિક્ષાચાલકો કરી રહ્યા છે. CNGના ભાવ વધતા રિક્ષાચાલકોને મહિને રૂા.1 50ની અને વરસે રૂા. 1800નું નુકસાન જઈ રહ્યું હોવાનું ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ડ્રાઈવર્સ એક્શન કમિટીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ઓટોરિક્ષા ડ્રાઈવર્સ એક્શન કમિટીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું

રીક્ષા

બીજીતરફ ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ડ્રાઈવર્સ એક્શન કમિટીના મહામંત્રી  રાજવીર ઉપાધ્યાયનું કહેવું છે કે સીએનજીના ભાવ વધારા સામે મારો કોઈ જ વિરોધ નથી.  સંસ્થા દ્વારા આપવામાં આવેલા લેટર પર મારી સહી  મેં કરેલી નથી. આ લેટર હજી સુધી મને પણ મળ્યો નથી. પરંતુ એટલું જરૂર કહીશ કે સરકાર અમારા એકલાના ભાડાં કેમ નક્કી કરે છે. કોઈપણ કોમર્શિયલ વેહિકલના દર સરકાર નક્કી કરતી નથી. તેમને તેમની મરજી મુજબના ભાવ લેવા દેવામાં આવે છે.

રિક્ષા ચાલકો આંદોલનના મૂડમાં

આ સંજોગોમાં એકલા અમારા ભાડાંના દર નક્કી કરવાનું સરકારનું વલણ ગેરબંધારણીય છે. માત્ર સરકાર રિક્ષાચાલકો સાથે ભેદભાવ રાખી રહી છે. અમે સરકારના આ વલણને કોર્ટમાં પડકાર્યું પણ છે. 2016માં અમે પીટીશન કરી છે પરંતુ અમે અસંગઠિત હોવાથી અમને ન્યાય મળતો નથી. 

રિક્ષાચાલકો મીટર પ્રમાણે રિક્ષાના ભાડાં ન વસૂલતા હોવાને મુદ્દે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રાજવીર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સરકાર ચાર વર્ષથી અમારા ભાવ વધારી રહી નથી. ચાર વર્ષમાં વધેલી મોંઘવારી અમને પણ નડે છે. તેથી અમે અમારી મરજી મુજબ ભાવ લઈશું. તેમાં અમે કશું જ ખોટું કરતાં નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33