GSTV
Gujarat Government Advertisement

ત્રીજા તબક્કાનું વેક્સિનેશન શરૂ, સીએમ પત્ની અંજલિ રૂપાણીએ પણ લગાવી કોરોના વેક્સિન

Last Updated on March 1, 2021 by

અમદાવાદ શહેરમાં સોમવારથી કોરોના વેકિસનેશનના ત્રીજા તબકકાનો આરંભ થયો છે.આ તબક્કામાં 60 વર્ષથી ઉપરની ઉંમરના સિનિયર સિટીઝનો ઉપરાંત 45 વર્ષથી ઉપરની વયના તમામને કોરોના વેકિસન આપવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો ઉપરાંત સરકારી હોસ્પિટલો,ખાનગી હોસ્પિટલો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપર કોરોના વેકિસન આપવામાં આવી રહી છે.

અંજલિ રૂપાણીએ લીધી કોરોના વેક્સિન

રાજ્યમાં રસીકરણના ત્રીજા તબક્કાનો પ્રારંભ થયો છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીએ પણ રસી મુકાવી. અંજલિ રૂપાણીએ ભાટ ગામ નજીક આવેલી એપોલો હોસ્પિટલમાં વેક્સિનનો ડોઝ લીધો. અંજલિ રૂપાણી તેમના ભાભી સાથે રસી લેવા પહોંચ્યા હતા. વેક્સિન મુકાવ્યા બાદ અંજલિ રૂપાણીએ વેક્સિન સુરક્ષિત હોવાનું જણાવી સૌને ડર્યા વગર વેક્સિન લેવાની અપીલ કરી.

45 વર્ષથી ઉપરની વય લોકોને અપાશે વેક્સીન

મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપર કોરોના વેકિસન આપવામાં આવી રહી છે. 45 વર્ષથી ઉપરની વયના તમામને કોરોના વેકિસન આપવામાં આવી રહી છે. કોરોના વેકિસન લેવા જતા વ્યકિતએ પોતાની સાથે ઓળખ માટેના પુરાવા તરીકે ઈલેકશન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ અથવા પાનકાર્ડ આ ચાર પૈકી કોઈપણ એક પુરાવો ઓળખ માટે સાથે રાખવો જરૂરી બનશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33