Last Updated on March 31, 2021 by
રાજ્યભરમાં આવતીકાલથી 45 વર્ષથી ઉપરના વયના લોકો માટે રસીકરણ શરૂ થવા જઈ રહ્યુ છે. ત્યારે સીએમ વિજય રૂપાણીએ રસીકરણના મહાઅભિયાનમાં જોડાવવા અપીલ કરી છે. આવતીકાલથી 2500 કેન્દ્ર પર રસીકરણ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે.ત્યારે લોકો વેક્સિન લઈને એન્ટી બોડી વિકસાવે તેમ પણ સીએમ રૂપાણીએ કહ્યુ છે.
રાજ્યમાં અત્યાર સુધી 55 લાખ લોકોએ રસી લીધી છે અને કોરોના સામે રસી જ મોટુ હથિયાર છે. રસી લેવી અને માસ્ક પહેરીને આપણે કોરોના મુક્ત હથિયાર બનાવવાનુ છે. આપણી પાસે કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને ઉપલબ્ધ છે. બંને વેક્સિન સુરક્ષિત છે.ત્યારે વધુમાં વધુ લોકો રસી લે તેવી તેમણે અપીલ કરી છે.
અમદાવાદ ગ્રામ્યમાં વેકસીનેશનની કામગીરી ઝડપી ચાલી રહી છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં આજ દિન સુધી 30,611થી વધુ સિનિયર સિટિઝનને રસી આપી છે. જેમાં સાણંદ તાલુકો અગ્રેસર છે. આ તાલુકામાં 6,316થી વધુ સિનિયર સિટિઝનને રસી આપવામાં આવી છે. અન્ય તાલુકાની વાત કરીએ તો, બાવળા તાલુકામાં 4,593, દસક્રોઈ તાલુકામાં 4,618, ધંધુકા તાલુકામાં 1,638, ધોલેરા તાલુકામાં 666, ધોળકા તાલુકામાં 3,865,દેત્રોજ તાલુકામાં 2,575,માંડલ તાલુકામાં 1,708 અને વિરમગામ તાલુકામાં 4,632 સિનિયર સિટિઝનને કોવીડ સામે રક્ષણ આપતી રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે…
અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલમાં 6,442 નાગરિકોએ કોરોનાની રસી મુકાવી છે. કિડની હોસ્પિટલમાં 16 જાન્યઆરીથી રસીકરણની શરૂઆત થઈ છે. જેમાં કિડની હોસ્પિટલમાં ૧૫૫૦ થી વધુ હેલ્થકેર વર્કર અને ૯૦૦ જેટલા ફ્રંન્ટલાઇન કોરોના વોરીયર્સએ કોરોના રસીકરણના ડોઝ મેળવ્યા છે. આ ઉપરાંત કિડની હોસ્પિટલમાં અત્યારસુધીમાં ૨૩૦૦ જેટલા કોમોર્બિડ વ્યક્તિઓ અને ૧૭૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકોએ કોરોનાની રસી મેળવી છે. સ્વામી વિદિત્માનંદ સરસ્વતી કોરોના રસીકરણના બન્ને ડોઝ લીદા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31