Last Updated on April 6, 2021 by
સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોનાના ઈલાજ માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવીર ઈન્જેક્શનની અછત અંગે પ્રતિક્રિયા આપી. તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘3 લાખ રેમડેસિવિર ઈન્જેક્શનનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જેથી આગામી દિવસોમાં તમામ લોકોને ઈન્જેક્શન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.’ સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘આપણી પાસે માસ્ક અને રસી કોરોના સામેની લડાઈમાં મોટા શસ્ત્રો છે. કોરોના સામે લડવા માટે રાજ્યમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે.’
રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શનની શોર્ટેજ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શનની ખૂબ જ શોર્ટેજ છે. ત્યારે રાજકોટમાં હાલમાં રેમડેસિવિર ઇંન્જેક્શનને લઇને શું સ્થિતિ છે તે અંગે GSTV એ એકાદ દિવસ અગાઉ રિયાલિટી ચેક કર્યું હતું. GSTV ની ટીમે રાજકોટના વિવિધ મેડિકલ સ્ટોર પર પહોંચીને જ્યાં રેમડેસિવિર ઇંજેકશનને લેવા આવેલા દર્દીના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. જેમાં ઘણાં લોકો તો દૂર-દૂરથી રાજકોટ આવ્યાં હતાં. જેમાં રેમડેસિવર ઈન્જેક્શન ન મળવાને કારણે દર્દીઓના સગાઓમાં ઉગ્ર રોષ પણ જોવા મળ્યો હતો.
રાજકોટમાં વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે ફરી વાર રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઈ છે. મેડિકલ સ્ટોરમાં હવે કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઇન્જેક્શન નથી મળતા. શહેરના જાણીતા મેડિકલ સ્ટોર્સમાં પણ આ ઈન્જેકશન નથી મળી રહ્યાં ત્યારે રેમડેસિવિર ઇન્જેક્શન ન મળવાના કારણે દર્દીઓના પરિવારજનોએ ભારે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. જેથી ઈન્જેક્શનનો જથ્થો સરકાર દ્વારા પૂર્ણ પાડવામાં આવે તેવી માંગ દર્દીના પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લામાં પણ રેમડીસીવર ઇન્જેક્શનની અછત
જૂનાગઢ જિલ્લામાં પણ રેમડીસીવર ઇન્જેક્શનની અછત ઊભી થઈ છે. જેથી દર્દીઓ અને તેમના પરિજનો હેરાન થઈ રહ્યાં છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓના સગાં વ્હાલા મેડિકલ સ્ટોરમાં ધક્કા ખાઈ રહ્યાં છે. પરંતુ આ ઇંજેક્શનની તંગીને કારણે ખૂબ જ ઓછા મળી રહ્યાં છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં અમુક જગ્યાએ જ અને ઓછી માત્રામાં ઇન્જેક્શન મળી રહ્યાં છે. જ્યારે આ અંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા આરોગ્ય કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. આ ઇંજેક્શન તાત્કાલિક મળતા થાય તે અંગે માંગણી પણ કરી છે.
જૂનાગઢમાં ઇન્જેક્શનની અછત ઊભી થતાં ખાસ જિલ્લા કલેકટર અને ડ્રગ્સ ઇન્સ્પેકટર દ્વારા મેડિકલ સ્ટોરનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને સ્ટોક અંગે દર બે કલાકે માહિતી મેળવવામાં આવી રહી છે. જૂનાગઢના કલેક્ટર દ્વારા પણ સ્વીકાર્યું છે કે ઇન્જેક્શનની તંગી છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં જે કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે અને ખાનગી હોસ્પિટલમાં જે દર્દીઓ દાખલ છે તેના માટે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. પરંતુ જે લોકો ઘરે હોમ આઇસોલેશનમાં છે તેના માટે આ ઇન્જેક્શન સરળતાથી મળી શકે તેમ નથી.
રાજ્યમાં લોકડાઉન લગાવવા હાઇકોર્ટે રાજ્ય સરકારને કરી હતી ટકોર
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને લઇને રાજ્યમાં 3થી 4 દિવસ લોકડાઉન લગાવવા માટેની હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી. જે અનુસંધાને મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે સુરતમાં વધી રહેલા કેસની સ્થિતિ અંગે સમીક્ષા કરી. જ્યાર બાદ સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં કોરોના સંક્રમણ વધ્યું છે પરંતુ કોરોના સંક્રમણથી ગભરાવાની જરૂર નથી. રાજ્યમાં વેક્સિનેશન વધારવામાં આવ્યું છે. એક વર્ષથી કોરોના સાથે સંઘર્ષ ચાલુ છે. રાજ્યમાં કોરોનાનો ચેપી રોગનો વ્યાપ વધ્યો છે. ગુજરાતમાં ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે. રાજ્યના 60 ટકા કેસ મહાનગરોમાં છે. રાજ્યમાં કોરોનાના કેસમાં હજુ પણ વધારો થશે.’
છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 3 હજારથી વધારે નવા કેસો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કેસ 3 હજારથી વધારે નવા કેસો આવી રહ્યા છે. પરંતુ લોકોએ કોરોના સંક્રમણથી ડરવાની જરૂર નથી. હાલમાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગમાં વધારો કર્યો છે એટલે નવા કેસોમાં વધારો આવશે. પરંતુ લોકોએ સાવધાન જરૂર રહેવું પડશે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે.’ આ સાથે જ CM એ લોકોને કોરોના ગાઇડલાઇનના પાલનની ટકોર કરી છે.’
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31