GSTV
Gujarat Government Advertisement

સ્થિતિની સમીક્ષા માટે રાજકોટ પહોંચ્યા સીએમ રૂપાણી, કહ્યું: હાલ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત નથી, જરૂર હોય તો જ લેજો…

Last Updated on April 10, 2021 by

રાજકોટમાં કોરોનાને કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના હોમટાઉન રાજકોટની મુલાકાત લીધી હતી. રાજકોટની મુલાકાત લઈને કોરોના મહામારીને કારણે વણસી રહેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. સીએમ રૂપાણીએ કહ્યું કે, રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત નથી. રાજકોટને ૧૪-૧પ હજાર રેમડેસિવિર ઈન્જેકશન મળી ચુકયા છે

cm rupani રૂપાણી

રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત ન હોવાનું જણાવતા સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિને ડાયરેકટ ઈન્જેકશન નહીં અપાય, જેતે હોસ્પિટલને ઈન્જેકશન ફાળવાશે.

એસિમ્પ્ટોમેટિક અને માઇલ્ડ લક્ષણ ધરાવતા દર્દીઆે ઘરે જ સારવાર લેવા અપીલ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું છે કે રાજકોટમાં સમરસ હોસ્પિટલમાં આેક્સીજનની સુવિધા કરવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહમાં રાજ્યમાં ૧પ હજાર બેડ વધારવામાં આવ્યા છે. તો સાથે સાથે, રાજકોટ સિવિલમાં ટ્રોમા સેન્ટરમાં કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવશે. રાજકોટ સિવિલમાં વધુ ૨૦૦ બેડ વધારવામાં આવશે. રાજકોટમાં હજુ ૧૭૦૦ બેડ ખાલી છે. રાજકોટમાં ૬,૬૩૧ બેડ વધારવામાં આવશે.

વધુમાં સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે દેશમાં વ્યાપક પ્રમાણમાં કોરોના વાયરસ સંક્રમણ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. કોરોના પર નિયંત્રણ લાવવા માટે સરકારે ટેસ્ટિંગ, ટ્રીટિંગ, ટ્રેકિંગ પર ભાર મુકયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33