Last Updated on February 25, 2021 by
સ્થાનિક સ્વરાજની ચૂટણીનો પ્રચાર અંતિમ ચરણમાં છે ત્યારે ગોધરાના લાલબાગ ટેકરી મેદાનામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપની જાહેર સભાને સંબોધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ હતુ કે ગુંડાઓને નાથવા સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાવી છે. ગુંડાઓ ગુજરાત છોડે અથવા ગુંડાગીરી છોડે. મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપને ભારે બહુમતિથી જીત મળ્યા બાદ ભાજપ સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. રૂપાણી ફૂલ ફોર્મમાં સભાઓ કરી રહ્યાં છે. આ જ સ્થિતિ રહી તો રવિવારે યોજાનારી ચૂંટણીમાં પણ ભાજપને બહુમતિ મળે તેવી સંભાવના છે. ભાજપને જિલ્લાપંચાયત, પાલિકાઓ અને તાલુકા પંચાયતોમાં પણ મહાનગર પાલિકાના રિઝલ્ટનું પુનરાવર્તન થશે તેવી આશા છે.
ગુજરાતમાં ચૂંટણીમાં કેસરિયો લહેરાયા બાદ ગોધરામાં સીએમ રૂપાણીએ જાહેર સભાનું આજે સંબોધન કર્યુ હતું. રૂપાણી આજે અલગ મૂડમાં દેખાયા હતા. જેઓએ લોકોના નામ લઈને ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જ્યો હતો. સીએમ રૂપાણીએ હૂંકાર ભરતાં કહ્યું કે ગુંડાઓ ગુજરાત છોડે અથવા ગુંડાગીરી છોડે. ગુંડાઓને નાથવા સરકાર લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાવી છે.
રૂપાણીએ કહ્યું કે આ માફિયાનું ગુજરાત નથી આ મોદીનું ગુજરાત છે. લવ જેહાદના કાયદા અંગે તેમણે કહ્યું, વિધાનસભામાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવીશુ. લવ જેહાદના કાયદાથી દીકરીઓનું રક્ષણ થશે. કોઇપણ હિન્દુ દિકરીને ઉઠાવી જાય તે નહીં ચલાવી લેવાય. ગુજરાતમાં પણ ઉત્તર પ્રદેશની જેમ સરકાર કડક કાયદાઓ બનાવી રહી છે. ગુજરાતમાં લવ જેહાદ કાયદાની ઘણા સમયથી માગ ચાલી રહી હતી. આજે રૂપાણીએ ખુલ્લેઆમ કહ્યું છે કે ગુજરાતમાં લવ જેહાદ કાયદો આવશે.
ઉત્તર પ્રદેશમાં આવો છે અધ્યાદેશ
અધ્યાદેશમાં જણાવ્યાનુંસાર છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવવા પર 10 વર્ષની સજા થશે, આ ઉપરાંત સહમતિથી ધર્મ પરિવર્તન માટે જિલ્લાધિકારીને 2 મહિના પહેલા સૂચના આપવાની રહેશે. આ પ્રપત્રનું ઉલંઘન કરનારને થશે ઓછામાં ઓછી 6 મહિનાની અને વધુંમાં વધુ 3 વર્ષની જેલની સજા. સાથે ઓછામાં ઓછી 10 હજાર રુપિયાનો દંડ પણ લગાવવામાં આવશે. ત્યારે અનેક ધાર્મિક પુજારી, મૌલવી વગેરે જો પોતાના પ્રપત્રનું ઉલંઘન કરશે તે તેમને ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધું 5 વર્ષની સજા થઈ શકે છે. ત્યારે ઓછામાં ઓછા 25 હજાર રુપિયાનો દંડ લગાવી શકાય છે.
ગુજરાતમાં આવો છે લેન્ડ ગ્રેબિંગ એક્ટ
રાજ્યમાં પ્રથમ વખત લેન્ડ ગ્રેબિંગ એકટ અમલી બન્યો છે. આ એક્ટ હેઠળ કોઇ પણ પ્રકારની મિલકત પચાવી પાડનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઇ પણ જમીન, મિલકત, ઓફિસ કે દુકાન પચાવી પાડી હોય કે ગેરકાયદેસર ઘુસી કબજે લઇ લીધી હશે તેની સામે આ કાયદો લાગુ પડશે. આ કાયદા હેઠળ ન્યાય માટે કલેક્ટરને પુરાવા સાથે અરજી કરવાની રહશે. આ કાયદા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં સાત અધિકારીઓની સમિતિની રચના કરાશે. કમિટી સમક્ષ રજૂ થયેલ તપાસ અહેવાલ પર ર૧ દિવસમાં નિર્ણય કરવાનો રહેશે.
જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી અને ભૂમાફિયાઓને કડક સજા માટે સ્પેશ્યલ કોર્ટની રચનાનો પણ નિર્ણય કરાયો છે. દરેક સ્પેશ્યલ કોર્ટમાં એક સરકારી વકીલની નિમણૂંક કરાશે. ૬ મહિનામાં વિશેષ કોર્ટમાં આવા કેસનો નિકાલ સુનિશ્ચિત કરાશે. મુખ્યમંત્રીએ આવી ફરિયાદોની તપાસ લાંબાગાળા સુધી પડતર ન રહે તે હેતુસર તપાસના પ્રથમ તબક્કાથી જ દરેક સ્ટેજ માટે પ્રક્રિયાની સમયમર્યાદા નિશ્ચિત કરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31