GSTV
Gujarat Government Advertisement

Big News : કોરોનાએ ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ, સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉન અંગે આપ્યું મોટું નિવેદન

Last Updated on April 2, 2021 by

દેશના ઘણાં રાજ્યોમાં ફરી એક વખત કોરોના સંક્રમણનો વિસ્ફોટ થયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના ઘણાં જિલ્લામાં સંક્રમણનો ભારે પ્રકોપ દેખાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે પ્રભાવિત જિલ્લામાં મુંબઇ, પૂણે, ઠાણે, નાસિક અને નાગપુર જિલ્લાનો સમાવેશ થાય છે કે જ્યાં સૌથી વધારે કોરોનાના કેસો વધી રહ્યાં છે. ત્યારે મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોનાના કેસોને લઇ ઉદ્ધવ સરકાર એક્શનમાં આવી છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉન અંગે જણાવ્યું કે, ‘જો વર્તમાનમાં COVID19 સ્થિતિ આ જ રીતે બની રહેશે તો મારે ફરજિયાત લોકડાઉન લગાવવું પડશે. લોકો ભયમાં છે.’

CM ઉદ્ધવ ઠાકરેએ વધુમાં જણાવ્યું કે, ‘આવનારા દિવસોમાં અમે રોજના 2.5 લાખ RT-PCR પરિક્ષણ કરવાનો લક્ષ્ય રાખ્યો છે. અમે હોસ્પિટલમાં બેડ વધારી દેશું. દરરોજ 3 લાખ વેક્સિન આપી રહ્યાં છીએ. દરરોજ 5 લાખ વેક્સિન આપવા માટે લક્ષ્યાંક રાખ્યો છે. મહારાષ્ટ્રમાં 65 લાખ લોકોને રસી અપાઈ, હવે ટેસ્ટ અને વેક્સિનેશનમાં વધારો થઈ રહ્યો છે. કોરોના કેવી રીતે રોકાશે તે હજુ ખબર પડતી નથી. રસીકરણમાં મહારાષ્ટ્ર નંબર એક રાજ્ય બન્યું છે.’

વધુમાં તેમણે જણાવ્યું કે, ‘અમે કાલ સુધીમાં 65 લાખ લોકોને કોવિડ-19 વેક્સિનનો ડોઝ આપ્યો છે. વધારાના 3 લાખ ડોઝ માટે પ્રબંધ કરવામાં આવ્યો છે. રસીકરણ બાદ પણ કેટલાંક લોકો સંક્રમિત થઈ રહ્યાં છે કારણ કે તેઓએ માસ્ક પહેરવાનું બંધ કરી દીધું છે.’

પૂણેમાં 12 કલાક કર્ફ્યુ

વાત કરીએ મહારાષ્ટ્રના પૂણેમાં પણ પ્રશાસને 12 કલાકના કર્ફ્યુની જાહેરાત કરી છે. આ કર્ફ્યુ સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાગશે. આ દરમયાન માત્ર ડિલીવરી માટે જ પરવાનગી મળી શકશે. નવા પ્રતિબંધો એક સપ્તાહ સુધી રહેશે અને આવાનારા શુક્રવારના રોજ પ્રશાસન દ્વારા તમામ પરિસ્થિતિઓની ચર્ચા કરવામાં આવશે. અને તે બાદ કોઈ નવા નિર્ણયો લેવામાં આવશે. ધાર્મિક સ્થળો, હોટલ અને બાર, શોપિંગ મોલ અને સિનેમાઘરો આવતા સાત દિવસ સુધી બંધ રહેશે. પૂણેના ડિવિઝનલ કમિશનર સૌરભ રાવે આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું. તો બીજી બાજુ છત્તીસગઢના દુર્ગમાં પણ કોરોના કહેર વધતા રાજ્ય સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. તો છત્તીસગઢના દુર્ગમાં જિલ્લા પ્રશાસને જિલ્લામાં 6 એપ્રિલથી 14 એપ્રીલ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.

શું કહ્યું હતું ડેપ્યુટી CM એ?

ડેપ્યુટી સીએમએ જણાવ્યું હતું કે, ‘પૂણેમાં વિશાળ હોસ્પિટલ અને પિમ્પડી ચિંચવડમાં મોટા સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યો છે. જે એપ્રીલથી સંચાલીત થશે. અમે શહેરમાં કોવિડ-19 કેન્દ્રો શરૂ કરી રહ્યાં છીએ. તેણે જણાવ્યું કે, ઈમરજન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખઈને અમે રાયગઢમાં ઓક્સિજન પ્લાન્ટની સાથે વાતચીત કરી રહ્યાં છીએ. જિલ્લામાં રસીકરણ કેન્દ્રોની સંખ્યા બમણી કરવાની પણ યોજના બનાવવામાં આવી છે.’

ધાર્મિક સ્થળો સંપૂર્ણપણે બંધ

પૂણેના ડિવિઝનલ કમિશ્નર સૌરભ રાવે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે આગળના 7 દિવસો સુધી બાર, હોટલ, રેસ્ટોરન્ટ પણરહેશે બંધ, આ સિવાય લગ્ન અને અંતિમ સંસ્કાર સિવાય કોઈપણ પ્રકારના સાર્વજનિક કાર્યક્રમો પર પણ રોકથામ લાગવામાં આવશે. લગ્નમાં 50થી વધુ અને અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકોને એકત્રિત થવાની અનુમતિ નહી મળે, આ દરમ્યાન ધાર્મિક સ્થલ પણ સંપૂર્ણ રીતે બંધ રહેશે.

થાણેમાં 4,350 નવા કેસ, 18 લોકોના મોત

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કોવિડ -19 ના 4,350 નવા કેસ નોંધાયા બાદ સંક્રમિતો સંખ્યા વધીને 3,23,661 થઈ ગઈ છે. એક અધિકારીએ શુક્રવારે આ માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુવારે નવા કેસોની પુષ્ટિ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે 18 દર્દીઓનાં મોતને લીધે જિલ્લામાં મૃત્યુઆંક 6,510 પર પહોંચી ગયો છે. અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં કોવિડ-19થી મૃત્યુ દર 1.99 ટકા થયો છે. અત્યાર સુધીમાં 2,83,849 દર્દીઓ સાજા થયા છે અને રિકવરી રેટ 87.79 ટકા થયો છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33