Last Updated on April 7, 2021 by
હાલમાં સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રના લગ્ન મે મહિનામાં હોવાની વાતો વહેતી થઇ છે. ત્યારે આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકતા મુખ્યપ્રધાને ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે કે મારા દિકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાત પાયા વિહોણી છે. ગુજરાતમાં હાલમાં કોરોના પિક પર છે. રોજના 3000ની આસપાસ કેસ આવી રહ્યાં છે. સરકાર લોકડાઉન મામલે આનાકાની કરી રહી હોવાથી સોશિયલ મીડિયામાં રૂપાણીના દીકરા ઋષભના લગ્ન નહીં પતે ત્યાં સુધી ગુજરાતમાં લોકડાઉન નહીં આવેની અફવા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ચાલી રહી હતી. આ અંગે આજે રૂપાણીએ ટ્વીટ કરીને મોટો ખુલાસો કર્યો છે.
સીએમ રૂપાણીએ આગળ લખ્યું છે કે આ પ્રકારનું કોઇ આયોજન ન હોવાની વાત કરીને સીએમે આ ફેક ન્યૂઝ હોવાની વાત કરતા હાલમાં સરકારનું આયોજન માત્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવાનું હોવાની વાત કરી છે. ગુજરાતમાં સ્થિતિ વણસી રહી હોવાથી સીએમ સતત આ મામલે મોનિટરીંગ કરી રહ્યાં છે. જેઓએ ગઈકાલે જ નવા નિયમો જાહેર કર્યા છે. સરકાર વેક્સિનેશનના કાર્યક્રમને પણ અગ્રતાથી આગળ ધપાવી રહી છે. ગુજરાતમાં રૂપાણીના દીકરા ઋષભના લગ્ન આજે છે કે કાલે એવી સતત સોશિયલ મીડિયામાં મેસેજો ફર્યા છે. આ લગ્ન પતે તો ગુજરાતમાં સરકાર કાર્યવાહી કરશે આખરે દીકરાના લગ્ન મામલે સતત સોશિયલ મીડિયામાં ચર્ચા વધતાં આખરે રૂપાણીએ જાતે જ ટ્વીટર પર ખુલાસો કરી દીધો છે.
ગુજરાત અને અમદાવાદમાં વધી રહી છે વેક્સિનેશન
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે તેમ છતાં શહેરીજનોમાં ભારે બેદરકારી જોવા મળી રહી છે. સરકારે લોકડાઉન લાગુ ન કર્યુ હોવા છતાં કાળુપુર શાક માર્કેટ તેમજ ચોખા બજારમાં લોકોની ભારે ભીડ ખરીદી માટે ઉમટી પડે છે. શાક માર્કેટ તેમજ ચોખા બજારમાં અનેક ગ્રાહકો તેમજ વેપારીઓ માસ્ક વગર જોવા મળી રહ્યાં છે. આમ છતાં મનપાના સિક્યુરિટી ગાર્ડ મુક પ્રેક્ષક બની રહ્યા છે.અમદાવાદમાં કોરોનાના કેસો વધતા હવે ફરી એક વખત બારસો બેડની હોસ્પિટલ ફૂલ કેપેસિટી સાથે ચાલુ કરાશે. થોડા સમય પહેલા 920 બેડ સાથે હોસ્પિટલ ચાલુ કરવામાં આવી હતી પરંતુ તેના તમામ બેડ ફૂલ થવાની તૈયારીમાં છે. આથી હવે ફુલ કેપેસિટી સાથે હોસ્પિટલ ચાલુ કરાશે. સિવિલ હોસ્પિટલમાં મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે. જે બાદ મહિલા અને બાળકોના વિભાગનો સામાન જૂની બિલ્ડિંગમાં ફેરવવામાં આવ્યો છે.
અમદાવાદ સિવિલમાં બંધ કરાઈ ઓપીડી
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓપીડી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી છે. સીવીલ હોસ્પિટલમાં કૈ કૈલાસનાથની અધ્યક્ષતામાં કોર કમિટી બેઠક મળી હતી. આ બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં સાંજની ઓપીડી બંધ કરી તમામ સ્ટાફને કોવિડમાં મદદમા લેવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત કેટલાંક કેસોમાં હોમ આઇસોલેશનમાં દર્દીને જરૂર પડે છે તો ઘરે જ રેમડેસીવીર આપવાનુ સૂચન પણ બેઠકમાં રજૂ થયુ હતુ. જો આ સૂચન અમલમાં મૂકાય તો ગંભીર દર્દીઓ હોસ્પિટલમાં આવે તેનો આંક ઘટી શકે છે. ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં ગંભીર દર્દીઓ આવે છે તેથી મૃત્યુ દર ઉંચો હોવાનુ પણ બેઠક બાદ સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ જે. વી. મોદીએ જણાવ્યુ હતુ. તેમણે અમદાવાદના સિવિલ કેમ્પસમાં કોરોનાના દર્દી માટે બેડ ખૂટી પડે તેવી પરિસ્થિતિ હોવાની પણ શક્યતા વ્યકત કરી છે. બુધવાર બપોર સુધીમાં હોસ્પિટલ્સમાં 1 હજાર 185 બેડ ભરાયેલા હતા. મેડિસિટી અંતર્ગત કુલ 1400 બેડની વ્યવસ્થા હાલ છે. આવામાં બુધવાર બપોર સુધીમાં જ માત્ર 215 બેડ જ ખાલી હોવાની માહિતી આપી હતી. આ સ્થિતીમાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને તેમના ઘરે જ ઇન્જેક્શન અપાય તેવી વ્યવસ્થા અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઇ હતી. આ ઉપરાંત સિવિલ અને મંજુશ્રી હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજનના પુરતો પુરવઠો હોવાની પણ માહિતી તેમણે આપી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31