GSTV
Gujarat Government Advertisement

ચિંતામાં વધારો/ રાજ્યમાં કોરોનાના વધતા કેસોને લઇ CMએ ત્રણ મહાનગરોના કમિશ્નર સાથે સ્થિતિની કરી સમીક્ષા

Last Updated on March 12, 2021 by

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ સતત દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યાં છે. જેના સંદર્ભે CM રૂપાણીની અધ્યક્ષતામાં આજે મહત્વની બેઠક યોજાઇ હતી. સીએમ રૂપાણીએ મહાનગરોમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને રાજકોટ, વડોદરા અને અમદાવાદના કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી.

કોર કમિટીની બેઠકમાં ડૉ. જયંતી રવિ સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં

કોર કમિટીની આ બેઠકમાં રોગ પર નિયંત્રણના તાત્કાલિક ઉપાયો તેમજ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓની સારવારની વ્યવસ્થાઓ, હોસ્પિટલ, બેડ વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મૂકીમ, અગ્ર સચિવ કે કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, કમિશનર શ્રી જય પ્રકાશ શિવહરે ,હારિત શુક્લા સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.

સુરતમાં આવેલા ત્રણ ટેકસ્ટાઈલ્સ માર્કેટ બંધ કરાયા

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રોજબરોજ કોરોનાના કેસો વધી રહ્યાં છે. એક તરફ કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે તો બીજી બાજુ સામે કેસો પણ એટલાં જ વધી રહ્યાં છે. એમાંય સુરતમાં તો સંક્રમણ વધારે માત્રામાં ફેલાતું જાય છે. આજની જ જો વાત કરીએ તો સુરતમાં ત્રણ ઝોનમાં આવેલ ટેકસ્ટાઈલ્સ માર્કેટ વિસ્તારમાં 18 કેસ કોરોના પોઝિટિવ આવતા જ માર્કેટ બંધ કરાવવામાં આવ્યું. શહેરના ઉધના ઝોનમાં પાંડેસરા ખાતે આવેલ ગંગા ફેશન માર્કેટ બંધ કરાવાયું તો સેન્ટ્રલ ઝોનમાં આવેલું આદર્શ માર્કેટ પણ બંધ કરાવવામાં આવ્યું. આ સિવાય લિંબાયત ઝોનમાં આવેલું સાંઈ ખતીક માર્કેટ પણ બંધ કરવામાં આવ્યું. સુરત મનપા દ્વારા કોરોનાના કેસોને ધ્યાને રાખી કાર્યવાહી કરવામાં આવી. આ સાથે જ ટેકસ્ટાઈલ્સ માર્કેટ વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગની કામગીરીમાં પણ વધારો કરાયો.

રાજ્યમાં આજે છેલ્લાં 24 કલાકમાં નવા 715 કેસ

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 715 કેસો સામે આવ્યા છે. તો 495 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,68,196 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોનાની સામે સાજા થવાનો દર 96.95 ટકા થયો છે. આજે કુલ 1,49,640 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

કુલ એક્ટિવ કેસની જો વાત કરીએ તો હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 4006 છે જેમાં વેન્ટિલેટર પર 51 અને સ્ટેબલ દર્દીઓની સંખ્યા 3955 છે. જ્યારે આજના દિવસે કુલ 2 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4420 લોકોના મૃત્યુ થયાં છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33