GSTV
Gujarat Government Advertisement

પંજાબમાં એક્સપ્રેસ ગતિએ વધતા કોરોનાના કેસ, રાજ્ય સરકારે રાતના 9થી સવારના 5 સુધી કરી નાઈટ કરફ્યુની જાહેરાત

Last Updated on March 18, 2021 by

પંજાબમાં કોરોનાના વધતા કેસને જોતા મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે 9 જિલ્લાઓમાં નાઈટ કરફ્યુ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નાઈટ કરફ્યુ રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી લાગુ રહેશે. સીએમ અમરિંદરસિંહે ગુરુવારે કહ્યું છે કે નાઈટ કરફ્યુની ગાઇડલાઇન સાંજ સુધી જાહેર કરી દેવામાં આવશે, તેમજ નાઈટ કરફ્યુ સ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી અમલી રહેશે.

પંજાબ નાઈટ કરફ્યુ

કેસ વધતા નાઈટ કરફ્યુની જાહેરાત

જણાવી દઈએ કે, પંજાબમાં 1 માર્ચથી 17 માર્ચ દરમ્યાન કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ચાર ગણી વધી ગઈ છે. પહેલી માર્ચના રોજ 500 નવા કેસ સામે આવ્યા હતા જયારે 17 માર્ચના રોજ 2045 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત કોરોનાને કારણે મારનાર દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. બુધવારે 39 લોકોના મોત થયા હતા જયારે ગત મહિને કુલ 392 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.

પંજાબમાં કોરોના રેકોર્ડ બ્રેક ગતિએ

પંજાબમાં કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તે પાછલા તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. ગત સપ્ટેમ્બર મહિનામાં એક દિવસમાં 2067 નવા કેસ સામે આવ્યા હતા ત્યારે જાવે માર્ચમાં પણ આ સંખ્યા થઇ ગઈ છે. એક તરફ લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે તો બીજી તરફ પંજાબમાં અત્યાર સુધીમાં મોતના આંકડા 6172 થઇ ગયા છે.

માર્ચમાં સરેરાશ દૈનિક 1 હજાર કેસ

ફેબ્રુઆરીમાં પંજાબમાં 8706 કેસ સામે આવ્યા હતા, જયારે માર્ચ મહિનામાં રોજના સરેરાશ એક હજાર કેસ સામે આવી રહ્યા છે. પંજાબમાં 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધીમાં 392 લોકોના મોત થયા છે, તેની સાથે જ મૃત્યુદર 4.55 પર પહોંચી ગયો છે. રાજ્યમાં ગત સપ્તાહે 194 લોકોના મોત થયા હતા જયારે માત્ર ફેબ્રુઆરીમાં જ 217 લોકોના મોત થયા હતા.

વધતા મૃત્યુઆંક પર નોડલ અધિકારીએ આપ્યું નિવેદન

પંજાબમાં કોવિડ-19ના નોડલ અધિકારી ડૉ. રાજેશ ભાસ્કરનું કહેવું છે કે રાજ્યમાં ઊંચો મૃત્યુદર એ તથ્યને કારણે હોઈ શકે છે કે વસ્તીનો એક ભાગમાં જીવનશૈલી સાથે સંકળાયેલ બીમારીઓ હતી જેમ કે ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેસર મેદસ્વીતા વગેરે જે સંક્રમણ બાદ તકલીફોમાં વધારો કરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33