Last Updated on April 3, 2021 by
ભારતની જેમ પાકિસ્તાનમાં પણ કોરોનાના કેસોમાં ફરી મોટા પાયે વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે પાક.ના સિંધ પ્રાંતમાં બધા જ ધાર્મિક સ્થળે સરકારે બંધ કરવાના આદેશ આપ્યા હતા, જેનાથી ભડકી ઉઠેલા ધાર્મિક કટ્ટરવાદીઓ હિંસા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ પર પણ મોટા પાયે પથૃથરમારો કર્યો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા.
કોરોનાના કેસો વધતા સિંધ સરકારે ધાર્મિક સ્થળો બંધ કરવાનો આદેશ જારી કરતા પોલીસ અહીંના સેહવન શરીફ વિસ્તારમાં આવેલી લાલ શહબાજ દરગાહને બંધ કરાવવા ગઇ હતી.
હજારો લોકોની ભીડ એકઠી થતા કાર્યવાહી માટે ગયેલી પોલીસ પર હુમલો
આ દરગાહ પર આશરે 10 હજારથી પણ વધુ લોકો એકઠા થયા હતા. જેમને વિખેરવા માટે પોલીસે બળ પ્રયોગ પણ કર્યો હતો. જોકે બાદમાં ભડકી ઉઠેલા કટ્ટરવાદીઓએ પોલીસ પર પથૃથરમારો કરી દીધો હતો અને કોરોના મહામારીની ગાઇડલાઇનનો પણ ખુલ્લેઆમ ભંગ કર્યો હતો.
પથ્થરમારો કરી પોલીસના વાહનો સળગાવ્યા, વધુ આકરા પ્રતિબંધોની સિંધ સરકારની ચેતવણી
હિંસાખોરોએ સરકારી વાહનોને આગ લગાવી દીધી હતી. ટોળાને વિખેરવા અને હિંસા પર કાબુ મેળવવામાં પોલીસને કલાકો લાગી હતી. સૃથાનિક પાક. મીડિયાનો દાવો છે કે ધાર્મિક સૃથળોને બંધ કરવાનો આદેશ જારી થયો હોવા છતા આ દરગાહ પર હજારોની સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા.
જોકે તે સમયે ત્યાં પોલીસ હાજર નહોતી જેને પગલે લોકોને પણ એકઠા થવાની તક મળી ગઇ હતી. બાદમાં અચાનક પોલીસનો કાફલો ઉતર્યો અને લોકોને વિખેરવા લાગ્યો હતો. જેનાથી ભડકેલા લોકોએ બાદમાં પથૃથરમારો કર્યો અને પોલીસના વાહનોને પણ આગ લગાવી દીધી હતી. સામસામે થયેલા ઘર્ષણમાં અનેક લોકો ઘવાયા હતા. બીજી તરફ સિંધ સરકારે કોરોનાને અટકાવવા વધુ આકરા પ્રતિબંધો લાગુ કરવાની જાહેરાત કરી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31