Last Updated on April 8, 2021 by
કોરોનાનો કહેર વધવા સાથે સિવિલ તંત્રની બેદરકારીના એક પછી એક ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યાં છે. કેટલાક લોકોની બેદરકારીને કારણે કોઇને જીવ પણ ખોવો પડ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે. જેમાં કોરોના વોર્ડમાં દાખલ વૃદ્ધાને સવારે શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઇ હતી. તેમણે સ્ટાફને બોલાવવા પ્રયાસ કર્યો પરંતુ સ્ટાફ સુઇ ગયો હતો. જેથી વૃદ્ધાએ પરોઢીયે 2.30 વાગ્યે પરિવારને વીડિયો કોલ કર્યો હતો. જેના કારણે પરિવારના સભ્યો તાબડતોડ સિવિલ પહોંચ્યા હતા અને સ્ટાફ સાથે માથાકુટ કર્યા બાદ વૃદ્ધાને આઇસીયુ વોર્ડમાં ખસેડ્યા હતા. જોકે, સાંજે વૃદ્ધાનું મોત થયું હતું. જેથી પરિવારના સભ્યોએ સિવિલ તંત્રની બેદરકારીના કારણે જ તેમના સ્વજનનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે.
કોરોના વોર્ડમાં દાખલ વૃદ્ધાને સવારે શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઇ
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા કોકિલાબહેન શંકરભાઇ પટેલને શ્વાસ લેવા સહિતની તકલીફો શરૂ થઇ હતી. જેથી તેમને તાત્કાલીક સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને કોવિડ ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. વોર્ડમાં બીજા કોઇને રહેવા દેતા ન હોવાથી પરિવારના સભ્યો ઘરે જતા રહ્યાં હતા. આ દરમિયાન રાત્રે 2.30 વાગ્યે વૃદ્ધાએ વિડીયો કોલ કર્યો હતો. પરંતુ તેઓ બોલી શક્તા ન હતા. જેથી પરિવારના સભ્યોએ નર્સ અથવા ડોક્ટરને ફોન આપવા કહ્યું હતું. જો કે, વૃદ્ધાએ ઇશારો કરી સમજાવ્યું હતું કે, બધા સુઇ ગયા છે અને કોઇ જોવા વાળુ નથી. 2.30થી 3.30 સુધી વૃદ્ધે વારંવાર પરિવારને ફોન કર્યા હતા.
2.30થી 3.30 સુધી વૃદ્ધે વારંવાર પરિવારને ફોન કર્યા
આ દરમિયાન પરિવારના સભ્યો સિવિલ પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ કુંભ કર્ણની નિદ્રામાં પોઢેલો સ્ટાફ જાગ્યો હતો અને વૃદ્ધાને આઇસીયુ વોર્ડમાં શિફ્ટ કરવા તજવીજ હાથ ધરી હતી. જો કે, વૃદ્ધાને આઇસીયુમાં લઇ જતા પહેલાં તેમના સગા પાસે કઇપણ થશે તો જવાબદારી તેમની રહેશે તેવી સહીઓ કરાવી લીધી હતી. વહેલી સવાર સુધી વૃદ્ધને આમથી તેમ ભટક્યા બાદ આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વૃદ્ધને આમથી તેમ ભટક્યા બાદ આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા
પોતાના સ્વજનને દાખલ કર્યા બાદ પરિવારના સભ્યો સારુ થઇ જશે તેમ સમજી ઘરે પરત ફર્યા હતા. જો કે, બપોરે સિવિલથી વૃદ્ધનું મોત થયો હોવાનો મેસેજ મળ્યો હતો. જેથી પરિવારે સિવિલ તંત્રની બેદરકારીના કારણે જ સ્વજનનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે વૃદ્ધાના પૌત્ર ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, સતત એક કલાક સુધી તેમણે ફોન કર્યા હતા. પરંતુ તેમને સારવાર મળી ન હતી. અમે પહોંચ્યા બાદ સારવાર આપવાની શરૂ કરાઇ હતી. તંત્રએ યોગ્ય સારવાર કરી હોત તો આજે તેઓ જીવતા હોત. સિવિલ તંત્રની બેદરકારીને કારણે જ સ્વજન ગુમાવા પડ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31