Last Updated on April 8, 2021 by
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ લોકો ટેસ્ટ પણ કરાવી રહ્યા છે, ત્યારે આ વચ્ચે અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ ફૂલ થઇ ગઇ છે. ત્યારે બારસો બેડની કોવિડ હોસ્પિટલના હચમચાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલનો અંદરનો વીડિયો સામે આવ્યો છે જેમાં હોસ્પિટલ કોરોના દર્દીઓથી રીતસર ઉભરાઇ રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
હોસ્પિટલ કોરોના દર્દીઓથી રીતસર ઉભરાઇ રહી હોવાનું જોવા મળી રહ્યું છે
- સિવિલ હોસ્પિટલના હચમચાવી દે તેવા દ્રશ્યો
- 1200 બેડ કોવિડ હોસ્પિટલનો અંદરનો વિડિયો આવ્યો સામે
- કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે 1200 બેડ હોસ્પિટલ
- ફૂલ થઇ ચૂકી છે 1200 બેડ હોસ્પિટલ
અમદાવાદ શહેરમાં બુધવારે કોરોનાના ફરી એક વખત રેકોર્ડબ્રેક ૮૦૪ કેસ નોંધાયા છે.ઉપરાંત કોરોના સંક્રમિત થવાથી વધુ છ લોકોના મોત થયા છે.શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસની સાથે ગત માર્ચથી અત્યાર સુધીમાં કુલ મળીને કોરોનાના ૭૩૩૨૩ કેસ નોંધાવા પામ્યા છે.શહેરમાં હાલની પરિસ્થિતિમાં એકિટવ કેસની સંખ્યા વધીને ૨૫૮૯ ઉપર પહોંચવા પામી છે.
પરિસ્થિતિમાં એકિટવ કેસની સંખ્યા વધીને ૨૫૮૯ ઉપર પહોંચવા પામી
શહેરમાં બુધવારે અત્યાર સુધીના કોરોનાના સૌથી વધુ ૮૦૪ કેસ નોંધાયા છે.બુધવારે છ લોકોના મોત થતા અત્યાર સુધીમાં કોરોનાથી કુલ ૨૩૩૩ લોકોના મરણ થવા પામ્યા છે.શહેરમાં બુધવારે ૪૩૯ દર્દીઓને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ ૬૮૦૪૨ લોકો કોરોના મુકત થયા છે.શહેરમાં એકિટવ કેસની સંખ્યા ૨૫૮૯ નોંધાવા પામી છે. અમદાવાદ શહેરમાં વકરતી જતી કોરોના સંક્રમણની પરિસ્થિતિની વચ્ચે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,શહેરમાં આવેલી મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં આવેલા કુલ બેડ પૈકી ૭૮ ટકા બેડ કોરોનાના દર્દીઓથી ભરાઈ ગયા છે.ઉપરાંત દર્દીઓ માટે રાખવામાં આવેલા આઈ.સી.યુ.વીથ વેન્ટિલેટરના બેડ પણ ફૂલ થવા લાગ્યા છે.
દર્દીઓ માટે રાખવામાં આવેલા આઈ.સી.યુ.વીથ વેન્ટિલેટરના બેડ પણ ફૂલ થવા લાગ્યા
શહેરમાં આવેલી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓ માટે કુલ ૩૩૯૦ બેડ ફાળવવામાં આવ્યા છે.આ પૈકી ૨૫૩૦ બેડ ઉપર કોરોનાના દર્દી સારવાર લઈ રહ્યા છે. શહેરના સોલા વિસ્તારમાં આવેલી સોલા સીવીલ હોસ્પિટલ ખાતે લોકોની ઈમ્યુનિટીમાં વધારો થાય એ માટે આયુર્વેદિક ઉકાળા ઉપરાંત દવાઓ અને હોમિયોપેથી દવાઓ વિતરણ માટે તૈયાર કરવામાં આવી રહી છે.આગામી દિવસોમાં લોકો સુધી આ દવાઓ આયુષ વિભાગ અને સોલા સીવીલ હોસ્પિટલ દ્વારા પહોંચતી કરવાનુ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31