Last Updated on March 18, 2021 by
રાજ્યની ગુજરાત બોર્ડની ધો.૯ અને ૧૨માં ૧૯મીથી સમગ્ર સ્કૂલોમાં પ્રથમ સત્ર પરીક્ષા લેવામા આવનાર છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે પરીક્ષા લેવાશે કે કેમ તેની મુંઝવણ વચ્ચે બોર્ડે પરિપત્ર કરી સ્પષ્ટ કર્યુછે કે પરીક્ષા રાબેતામુજબ જ લેવાશે અને આ પરીક્ષા આપવી વિદ્યાર્થીઓના હિતમાં છે. કોરોનાને લઈને જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા ન આપી શકે અને વિદ્યાર્થીઓ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા હોય તો તેઓ માટે સ્કૂલ દ્વારા ફરીથી પરીક્ષા ગોઠવવામા આવશે.
વિદ્યાર્થીઓ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા હોય તો તેઓ માટે સ્કૂલ દ્વારા ફરીથી પરીક્ષા ગોઠવવામા આવશે
વિદ્યાર્થીઓ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા હોય તો તેઓ માટે સ્કૂલ દ્વારા ફરીથી પરીક્ષા ગોઠવવામા આવશે
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે હાલ ધો.૩થી૮માં રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં કોમન પ્રથમ સત્ર પરીક્ષા ચાલી રહી છે.આજે તો ગુજરાતમાં આ વર્ષના હાઈએસ્ટ ૧૧૦૦થી વધુ કેસ નોંધાયા છે ત્યારે સરકારે કેસો વધતા અટકાવવા અને સ્થિતિ કાબુમાં લેવા કર્ફ્યુ સહિતના કેટલાક અંકુશો લાદી દીધા છે.બીજી બાજુ સ્કૂલો -કોલેજો બંધ કરવા અને ફરી ઓનલાઈન શિક્ષણ શરૃ કરવા અને પરીક્ષાઓ પણ ઓનલાઈન જલેવા માંગ ઉઠી છે . ધો.૯થી૧૨માં પણ પ્રથમ સત્ર પરીક્ષા ૧૯મીથી શરૃ થઈ રહી છે.
ધો.૯થી૧૨માં પણ પ્રથમ સત્ર પરીક્ષા ૧૯મીથી શરૃ
ગુજરાત બોર્ડે આજે તમામ ડીઈઓને શાળાકીય પરીક્ષા લેવા બાબતે પરિપત્ર કર્યો છે.જેમાં જણાવ્યું છે કે ૧૯મીથી ૨૭મી સુધી પ્રથમ સત્ર પરીક્ષા ૯થી૧૨માં લેવાનાર છે અને જેના ગુણ ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓને આંતરિક મુલ્યાંકન માટે તેમજ ધો.૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને વર્ગ બઢતી માટે જરૃરી છે.જેથી આ પરીક્ષા આપવી એ વિદ્યાર્થીઓના હિતમાં છે. વિદ્યાર્થીિઓ અને વાલીઓને આ અંગે શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા પુરતી સમજ આપવામા આવે.
શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા પુરતી સમજ આપવામા આવે
આ પરીક્ષા આપવા માટે જો કોઈ વિદ્યાર્થી કોરોનાના કારણોસર આવી ન શકે તેમજ વિદ્યાર્થીઓના રહેઠાણનો વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતો હોય તો આવા વિદ્યાર્થીઓ માટે ફરી પરીક્ષા લેવાની રહેશે. કન્ટેન્ટમેન્ટ ઝોન મુક્ત થાય ત્યારે તે વિદ્યાર્થીઓ માટે શાળાએ નવા પ્રશ્નપત્રો કાઢીને પુનઃ પરીક્ષા લેવાની રહેશે. જો કોઈ શાળા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતી હોય તો તે શાળાનો વિસ્તાર ઝોનમાંથી મુક્ત થયા બાદ પરીક્ષાનું આયોજન શાળા કક્ષાએ કરવાનું રહેશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31