GSTV
Gujarat Government Advertisement

BIG NEWS : ચીની હેકર્સના ટાર્ગેટ પર ભારતની કોરોના વેક્સિન, આ કંપનીઓની IT સિસ્ટમને કરી ટાર્ગેટ

Last Updated on March 1, 2021 by

કોરોના વેક્સિન બનાવનારી ભારતીય કંપનીઓ ચીની હેકર્સના ટાર્ગેટ પર છે. ભારતમાં કોરોના રસીકરણ વચ્ચે ભારતીય વેક્સિન નિર્માતાઓની IT સિસ્ટમને હેકર્સે ટાર્ગેટ કરી છે. ભારતીય વેક્સિનના નિર્માતાઓની આઇટી સિસ્ટમને હેક કરવાની કોશિશ કરવામાં આવી છે. હેકિંગની આ કોશિશ ચીન સમર્થિત હેકર્સના એક ગ્રુપે કરી હતી.

રસી

સાઇબર ઇન્ટેલિજન્સ ફર્મ Cyfirma દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ‘જે બે વેક્સિન નિર્માતાઓની IT સિસ્ટમને હેક કરવાની કોશિશ કરવામાં આવી તેના વેક્સિનના ડોઝનો ઉપયોગ દેશના રસીકરણના અભિયાનમાં કરવામાં આવી રહ્યો છે. એવું કહેવાઇ રહ્યું છે કે, આનો ઉદ્દેશ ભારતની કોરોના વેક્સિન સપ્લાયની ચેઇનને તોડવાનો હતો.

ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયાની IT સિસ્ટમને ટાર્ગેટ કરાઇ

મળતી માહિતી અનુસાર, ચીન સમર્થિત હેકર્સના એક ગ્રુપે તાજેતરના જ સપ્તાહોમાં કોરોના વેક્સિન બનાવનારી બે ભારતીય કંપનીઓની IT સિસ્ટમને ટાર્ગેટ કરી. જેમાં ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયા એટલે કે SII શામેલ છે. હેકર્સે આ કંપનીઓની IT સિક્યોરિટીને તોડવાની કોશિશ કરી હતી.

સિંગાપુર અને ટોક્યોમાં આવેલ ઇન્ટેલિજન્સ ફર્મ Cyfirma એ જણાવ્યું કે, ‘ચીની હેકર્સ APT10, જેને સ્ટોન પાંડાના નામથી પણ ઓળખવામાં આવે છે કે જેને ભારતના બાયોટેક અને SII ની આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સપ્લાય ચેન સૉફ્ટવેરની નબળાઇઓને શોધવાની કોશિશ કરી હતી. તમને જણાવી દઇએ કે, SII વિશ્વના અનેક દેશો માટે વેક્સિન બનાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન બંને દેશો અલગ-અલગ દેશોને કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. ભારત વિશ્વભરમાં વેચાતી તમામ વેક્સિનનું 60% થી પણ વધારે ઉત્પાદન કરે છે. એવામાં ચીન ભારતની કોરોના વેક્સિન સપ્લાય ચેનને તોડવા માંગતું હતું. એટલાં માટે હેકર્સે ભારતીય વેક્સિન નિર્માતાઓની આઇટી સિસ્ટમને ટાર્ગેટ કરી હતી.

SII અને ભારત બાયોટેકે આ મામલે ટિપ્પણી કરવા ઇન્કાર કરી દીધો

મળતી માહિતી અનુસાર, હાલમાં આ મુદ્દા પર ચીન તરફથી કોઇ જ નિવેદન નથી આવ્યું. SII અને ભારત બાયોટેકે પણ ટિપ્પણી કરવા અંગે ઇન્કાર કરી દીધો હતો.

આ સાથે માઇક્રોસોફ્ટે નવેમ્બરમાં જણાવ્યું હતું કે, ‘તેને ભારત, કેનેડા, ફ્રાંસ, દક્ષિણ કોરિયા અને અમેરિકામાં COVID 19 વેક્સિન કંપનીઓને ટાર્ગેટ કરનાર રશિયા અને ઉત્તર કોરિયાના સાઇબર એટેક વિશે ખ્યાલ મેળવ્યો હતો. ઉત્તર કોરિયાઇ હેકર્સે બ્રિટિશ ડ્રગમેકર એસ્ટ્રાજેનેકાની સિસ્ટમમાં ભંગ પાડવાની કોશિશ કરી હતી.’

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33