Last Updated on March 6, 2021 by
ચીને સિલ્ક રોડની યોજનાના નામે ઠેર-ઠેર રસ્તાઓ બનાવવાની શરૂઆત કરી દીધી છે. તિબેટના માર્ગે દક્ષિણ એશિયામાં આધિપત્ય જમાવવા માટે ચીને પાંચ વર્ષની યોજના જાહેર કરી છે. તિબેટ સાથે દક્ષિણ એશિયાનું જોડાણ કરવા માટે ચીને એક રસ્તો બાંધવાની તૈયારી આરંભી દીધી છે.
તિબેટમાં આખા દક્ષિણ એશિયાને જોડતા માર્ગ બનાવવા માટે ચીને યોજના જાહેર કરી છે. વન બેલ્ટ વન રોડની યોજના અંતર્ગત ચીને આ 14મી યોજનાના ભાગરૂપે તિબેટમાં માર્ગ બનાવવાની જાહેરાત કરી છે. સરકારી સમાચાર એજન્સીએ અહેવાલમાં કહ્યું હતું કે આ વર્ષે ચીનની સરકાર તિબેટમાં મહત્વનો માર્ગ બાંધવા માટે ફંડ આપશે અને એ માર્ગ સિલ્ક રોડ માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે. 2021-2025 સુધીની સિલ્ક રોડની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી.
ચીન છેક આર્કટિક સુધી પહોંચવાની પેરવીમાં
એના ભાગરૂપે જ ચીને છેક આર્કટિક સુધી પહોંચવાની પેરવીમાં છે. આર્કટિકમાં ગ્લોબલ વોર્મિંગના કારણે બરફ પીગળી રહ્યો છે. તેમાં પોલર સિલ્ક રોડ બનાવીને ચીન ત્યાં સુધી પ્રભાવ સૃથાપિત કરવા ધારે છે. એ બહાને ચીનની નજર ભવિષ્યમાં એ વિસ્તારમાં લશ્કર તૈનાત કરવા પર છે. પોતાના જહાજોનું રક્ષણ કરવાના બહાને ચીન સિલ્ક રોડમાં ઠેર-ઠેર લશ્કરી મથકો સૃથાપીને આખી દુનિયામાં પ્રભાવ વધારવા માગે છે.
2013માં ચીને બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ યોજનાની જાહેરાત કરી હતી. પ્રાચીન સિલ્ક રૂટને ફરીથી જીવંત કરવાના નામે ચીને વન બેલ્ટ વન રોડની આ યોજના જાહેર કરી હતી. આ રોડ વેપાર માટે ખૂબ અનુકૂળ હશે એવું બહાનું આગળ ધરીને ચીન દુનિયાભરમાં પગપેસારો કરી રહ્યું છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31