Last Updated on March 22, 2021 by
સૈન્ય મામલા સાથે સંકળાયેલી એક વેબસાઇટ મિલિટરી ડાયરેક્ટ દ્વારા રવિવારે વૈશ્વિક સંરક્ષણ શક્તિ બાબતે એક યાદી જાહેર કરી હતી. આ યાદી અનુસાર સૈન્ય તાકાત મામલામાં ચીને સૌથી શક્તિશાળી દેશોના મામલામાં અમેરિકાને પણ પાછળ રાખી દીધુ છે અને વિશ્વમાં નંબર વન દેશ બની ગયો છે. જ્યારે ભારતને પણ ચોથા સ્થાને મુકી દીધુ છે.
દુનિયામાં સૌથી તાકતવર સેના ચીનની
મિલિટરી ડાયરેક્ટ દ્વારા હાથ ધરાયેલા આ સરવેમાં દેશની સૈન્ય ક્ષમતા, હિથયારો, યુદ્ધ જહાજો કે વિમાન વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સરવેમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયામાં સૌથી તાકતવર સેના ચીનની છે. ચીન આ યાદીમાં 82 અંકો સાથે પહેલા સ્થાન પર છે. સૈન્ય પર કરોડો ડોલર ખર્ચ કરનારૂ અમેરિકા 74 અંકો સાથે બીજા સ્થાન પર છે.
ભારત ફ્રાંસ કરતા આગળ
જે બાદ 69 અંકો સાથે રશીયા ત્રીજા સ્થાન પર અને 61 અંકો સાથે ભારત ચોથા સ્થાન પર છે. જોકે ભારત ફ્રાંસ કરતા આગળ છે. ફ્રાંસ 58 અંકો સાથે પાંચમા સ્થાને છે. જ્યારે વિકસીત દેશોમાં સામેલ બ્રિટન 43 અંકો સાથે સાથે નવમાં સ્થાને છે.
આ લિસ્ટમાં દરેક દેશોની સૈન્ય તાકાતને માપવા માટે મહત્તમ 100 અંક રાખવામાં આવ્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામા આવ્યું છે કે બજેટ, દરેક પ્રકારની સૈન્ય ક્ષમતા કે સૈન્ય કર્મીઓ, જલ, થલ વાયુ તથા પરમાણુ સંસાધન, સૈન્ય કર્મીઓનો પગાર, ઉપકરણો વગેરેને સરવેમાં આવરી લેવામાં આવ્યા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31