GSTV
Gujarat Government Advertisement

રસીકરણ/ પાંચ દિવસ અને 3 લાખ લોકો, આખા શહેરને રસી આપશે ચીન, ‘ડ્રેગન’ના આ લક્ષ્યથી દુનિયા દંગ

રસી

Last Updated on April 3, 2021 by

દુનિયાના બીજા દેશોની જેમ ચીનમાં પણ લોકોને કોરોનાની રસી મુકવાનુ અભિયાન ચાલી રહ્યુ છે અને તેમાં પણ ચીને એવુ લક્ષ્યાંક મુક્યુ છે જે અંગે જાણીને દુનિયા હેરાન છે. ચીને પોતાના સરહદી વિસ્તારમાં આવેલા રુઈલી નામના શહેરના તમામ નાગરિકોને પાંચ જ દિવસમાં કોરોનાની રસી આપી દેવાનુ નક્કી કર્યુ છે.આ શહેરની વસતી ત્રણ લાખની છે.શુક્રવારથી અભિયાનની શરુઆત થઈ છે.ઠેર ઠેર લોકો કતારમાં પોતાનો વારો આવે તેની રાહ જોઈને ઉભેલા નજરે પડી રહ્યા છે.

રસી

રુઈલી શહેરમાં કોરોનાના 16 નવા કેસ

રુઈલી શહેરમાં રસીકરણ માટે આટલી ઝડપ કરવાનુ કારણ એ છે કે અહીંયા મંગળવારે કોરોનાના 16 નવા કેસ સામે આવ્યા હતા.જેના પગલે સરકાર સતર્ક બની ગઈ હતી અને આખરે આખા શહેરના તમામ નાગરિકોને રસી મુકવાનુ લક્ષ્ય નક્કી કરાયુ હતુ.આ શહેર મ્યાનમારની સરહદને અડીને આવેલુ છે.સંક્રમિત થનારામાં ચાર મ્યાનમારના નાગરિકો પણ છે.

રસી

પહેલા જ દિવસે શહેરની અડધો અડધ વસ્તીને રસી મુકવામાં આવશે

આજે રસીકરણના પહેલા જ દિવસે શહેરની અડધો અડધ વસ્તીને રસી મુકવામાં આવશે.લોકોને ક્વોરેન્ટાઈનમાં રહેવાનો આદેશ અપાયો છે અને બીન જરુરી દુકાનો બંધ કરાવી દેવાઈ છે.મ્યાનમારમાંથી નાગરિકોની આ શહેરમાં ઘૂસણખોરી ના થાય તે માટે તંત્રને પણ સતર્ક રહેવાનો આદેશ અપાયો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33