Last Updated on March 13, 2021 by
અમદાવાદ જિલ્લાના વિરમગામ, બાવળા, ધોળકા, માંડલ, દેત્રોજ સહિતની તમામ આંગણવાડીના બાળકો હવે ગણવેશ પહેરશે, જિલ્લામાં તંત્ર દ્વારા અંદાજે ૪૯ બાળકોને બે-બે જોડી ગણવેશ અપાશે. અમદાવાદ જીલ્લામાં ૩ થી ૬ વર્ષના આંગણવાડીના બાળકો પણ હવે ગણવેશ પહેરેલા જોવા મળશે. અમદાવાદ જીલ્લાના ૪૯ હજાર લાભાર્થી બાળકને બે જોડી ડ્રેસ આપવામાં આવનાર છે. રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીના ભૂલકાંઓને ગણવેશ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આંગણવાડીઓમાં 3 થી 6 વર્ષના બાળકો પણ હવે ગણવેશ પહેરશે
છોકરા છોકરીઓ માટે આપવામાં આવનાર ગણવેશ જે તે આંગણવાડી કાર્યકર દ્વારા વિતરણ કરવામાં આવશે. રાજ્યના બાળ અને મહિલા વિકાસ વિભાગની કમિશ્નર કચેરી દ્વારા ચાલુ વર્ષે આંગણવાડીમાં આવતાં બાળકોમાં ૩ થી ૬ વર્ષની વયના બાળકોને ગણવેશ આપવાનો નક્કી કરવામાં આવ્યું છે.
જિલ્લાના ૪૯ હજાર લાભાર્થી બાળકોને બે-બે જોડી ડ્રેસ આપવામાં આવશે
આઈસીડીએસ વિભાગ જિલ્લા પંચાયત અમદાવાદ ખાતેથી ગણવેશ ઘટકમાં મોકલવામાં આવશે. જ્યાંથી આઈસીડીએસ વિભાગના સુપરવાઈઝરો દ્વારા જે તે આંગણવાડીમાં મોકલવામાં આવશે અને આંગણવાડી કાર્યકરો દ્વારા લાભાર્થી બાળકો સુધી ગણવેશ પહોંચાડવામાં આવશે. તેમ અમદાવાદ જીલ્લા આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફીસર નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31