Last Updated on March 19, 2021 by
છોટા ઉદેપુરના બોડેલીના ગંગાનગર સોસાયટીને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાતા લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગંગાનગર સોસાયટીમાં પતરા મારવાનું કામ ચાલુ કરતા સોસાયટીના રહીશો આમરણાંત ઉપવાસ પર બેઠા હતાં. ફક્ત ત્રણ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આખી સોસાયટી સીલ કરવાનો વિરોધ કરવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા વહીવટી તંત્રએ જીલ્લામાં ત્રણ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યાં છે. બોડેલી નગરમાં બે વિસ્તાર કન્ટેન્ટમેન્ટ હેઠળ જાહેર કરાયા છે. છોટા ઉદેપુરનું કડીયા ફળિયું, બોડેલીની ગંગાનગર સોસાયટી અને ગજાનંદ પાર્ક કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે.
મહાનગરોમાં બાગ-બગીચા સહિતના તમામ જાહેર સ્થળો બંધ કરાયા
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ એક વાર ફરીથી વધતા ગુજરાતમાં જૈસે થે વૈસેની સ્થિતિ સર્જાઇ છે. રાજ્યના મહાનગરોમાં ફરીથી રાત્રિ કરફ્યુ તેમજ અનેક જાહેર સ્થળો, બાગ-બગીચાઓ ઉપરાંત BRTS બસ સેવાઓ સહિત થિએટર, મોલ તેમજ સુરતમાં તો કાપડ માર્કેટ તેમજ ડાયમંડ માર્કેટ પણ બંધ કરવાના નિર્ણયો કરવામાં આવ્યાં છે. તો મહાનગરોમાં તંત્ર દ્વારા જે-તે વિસ્તારમાં કોરોનાના કેસો વધુ હોય તેવાં વિસ્તારોને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવી રહ્યાં છે. ત્યારે એવામાં છોટા ઉદેપુરના બોડેલીના ગંગાનગર સોસાયટીમાં ફક્ત ત્રણ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આખી સોસાયટી સીલ કરાતા સોસાયટીના રહીશો આમરણાંત ઉપવાસ પર બેઠા હતાં.
છેલ્લાં ૨૪ કલાકમાં ગુરૂવારના રોજ નવા ૧,૨૭૬ કેસ નોંધાયા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. જેમાં છેલ્લાં દોઢ મહિનામાં રાજકીય પક્ષો, વહિવટી તંત્ર અને જનતાએ દાખવેલી અક્ષમ્ય બેદરકારીથી કોરોના વાયરસની ગતિમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૧,૨૭૬ નવા કેસ નોંધાયા હતા. ૧૨ ડિેસેમ્બર એટલે કે ૯૨ દિવસ બાદ રાજ્યમાં કોરોનાએ ૧૨૦૦ની સપાટી વટાવી છે. આમ, રાજ્યમાં પ્રતિ કલાકે ૫૩ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે. હાલમાં ૫,૬૮૪ એક્ટિવ કેસ છે જ્યારે ૬૩ દર્દી વેન્ટિલેટર પર છે.
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો
છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૮૨,૪૪૯ છે જ્યારે કુલ મરણાંક ૪,૪૩૩ છે. માર્ચ માસના ૧૮ દિવસમાં જ રાજ્યમાં કોરોનાના ૧૨,૫૬૦ કેસ નોંધાઇ ચૂક્યા છે. બરાબર એક સપ્તાહ અગાઉ ૧૧ માર્ચના રાજ્યમાં દૈનિક કેસનો આંક ૭૧૦ હતો. આમ, એક સપ્તાહમાં કોરોનાના કેસની ગતિમાં ૮૦%નો વધારો થયો છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31