GSTV
Gujarat Government Advertisement

જેના માથે છે 40 લાખનું ઇનામ તેવો કમાન્ડર હિડમા હતો બિજાપુર નક્સલી હુમલાનો માસ્ટરમાઈન્ડ

Last Updated on April 5, 2021 by

છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નક્સલી હુમલા પાછળ નક્સલી કમાન્ડર હિડમા માસ્ટરમાઈન્ડ હોવાનું જણાઈ રહ્યું છે. હિડમા સલામતી દળો પર અનેક હુમલામાં સામેલ છે અને જધન્ય હત્યાઓ માટે કુખ્યાત છે. આ હુમલો સુનિયોજિત કાવતરું હોવાનું કહેવાય છે.

હિડમાની વય અંદાજે ૪૦ વર્ષની છે. તે સુકમા જિલ્લાના પુવાર્તી ગામનો રહેવાસી છે. તેણે ૯૦ના દાયકામાં હિંસાનો રસ્તો પસંદ કર્યો અને ત્યારથી તેણે અનેક નિર્દોષ લોકોને મારી નાંખ્યા છે. તે માઓવાદીઓની પીપલ્સ લિબરેશન ગોરિલ્લા આર્મીની બટાલિયન -૧નો હેડ છે. કેટલાક અહેવાલ મુજબ મોઓવાદીઓના મિલિટ્રી કમીશનનો તે ચીફ પણ છે. જોકે, આ બાબતની સત્તાવાર પુષ્ટી થઈ નથી. તેના માથે ૪૦ લાખનું ઈનામ છે. તેની પાસે એકે-૪૭ જેવા હથિયારો છે અને તેની ટીમમાં ૧૮૦-૨૫૦ નક્સલીઓ છે, જેમાં મહિલાઓ પણ છે.

છેલ્લા કેટલાક સમયથી નક્સલીઓ જાન્યુઆરીથી જૂનના મહિનાઓમાં નક્સલી ટેક્ટિકલ કાઉન્ટર ઓફેન્સિવ કેમ્પેન ચલાવે છે. આ દરમિયાન સલામતી દળો પર હુમલા કરાય છે. આ મહિનાઓ દરમિયાન વૃક્ષો પરથી પાંદડા ખરી પડયા હોવાથી પર્વતીય વિસ્તારોમાં ઊપરથી સલામતી દળોની હિલચાલ પર દૂરથી નજર રાખી શકાય છે.

ગયા વર્ષે માર્ચમાં સુકમામાં નક્સલીઓએ ૧૭ લોકોની હત્યા કરી હતી. એપ્રિલ ૨૦૧૯માં ભાજપના ધારાસભ્ય ભીમા માડવી, તેમના ડ્રાઈવર અને ત્રણ સલામતી જવાનોની નક્સલીઓએ હત્યા કરી હતી. વર્ષ ૨૦૧૦ના એપ્રિલમાં તડમેટલામાં નક્સલીઓના હુમલામાં ૭૬ જવાન શહીદ થયા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33