GSTV
Gujarat Government Advertisement

બાજીપુરામાં નક્સલીઓ સાથે એન્કાઉન્ટર પછી 21 જવાન લાપતા, સર્ચ ઓપરેશન ચાલુ કરાયું

નક્સલી

Last Updated on April 4, 2021 by

છત્તીસગઢના બાજીપુરામાં થયેલ નક્સલ હુમલામાં સુરક્ષાબળોના 21 જવાન લાપતા છે. જવાનોની તપાસ આજે સવારે ફરી શરુ થઇ ગઈ છે. સુરક્ષાબળો અને નક્સલિયો વચ્ચે થયેલ એન્કાઉન્ટરમાં ઘાયલ 24 જવાનોને બાજીપુરા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ત્યાં જ સાત જવાનોને સારવાર માટે રાયપુર મોકલવામાં આવ્યા છે. કોબરા કમાન્ડોના એક જવાનનો મૃતદેહ મળી આવ્યો છે જેને એરલિફ્ટ કરી જગદલપૂર મોકલવામાં આવ્યા હતા.

છત્તીસગઢના નક્સલ અસરગ્રસ્ત બીજાપુર જિલ્લામાં શનિવારે સલામતી દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલી હતી. શનિવારે બપોરે શરૃ થયેલી અથડામણ લગભગ સાંજ સુધી ચાલી હતી. આ અથડામણમાં પાંચ જવાન શહીદ થઈ ગયા છે જ્યારે ૨૦થી વધુ જવાનો ઘાયલ થયા છે. આ અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ પણ ઠાર થયા છે. શહીદ થયેલા જવાનોમાં ડીઆરજીના ચાર અને સીઆરપીએફના એક જવાનનો સમાવેશ થાય છે. એન્કાઉન્ટર સાઈટ પરથી મહિલા નક્સલીનો મૃતદેહ મળી આવ્યો છે.

બસ્ટરના આઇજી પી સુંદરરાજે જણાવ્યું કે શરૂઆતી સૂચના મુજબ, ઓછામાં ઓછા 9 નક્સલીઓ માર્યા ગયા છે અને 15 જેટલા લોકો ઘાયલ છે. અમને આની પુષ્ટિ કરવામાં થોડો સમય લાગશે. અમારા હિસાબે ત્યાં 250 નક્સલીઓ હાજર હતા.

પીએમ મોદીએ વ્યક્ત કરી સંવેદના

પીએમ નરેન્દ્ર મોદીએ જવાનોના શહીદ થવા પર શોક વ્યક્ત કર્યો. પીએમ મોદીએ કહ્યું કે, જવાનોના બલિદાનને ક્યારેય નહિ ભુલાય. ટ્વીટ કરી પીએમ મોદીએ લખ્યું . ‘મારી સંવેદના છત્તીસગઢમાં શહિદ થયેલા જવાનોના પરિજનો સાથે છે. વીર જવાનોના બલિદાનને ક્યારેય નહિ ભુલાય. ઘાયલોના જલ્દી સારા થવાની દુઆ કરું છુ.’

મુઠભેડ પછી બોલાવવામાં ઇમર્જન્સી બેઠક

નક્સલીઓ સાથે એન્કાઉન્ટરની ઘટના પછી સુરક્ષાબળોના શીર્ષ અધિકારીએ ઇમર્જન્સી બેઠક બોલાવી છે. બેઠકમાં ડીએમ અવસ્થી, સ્પેશિયલ ડીજી(એન્ટી નક્સલ ઓપરેશન) અશોક જુનેજા અને અન્ય સિનિયર અધિકારીઓ સામેલ થયા હતા. આ બેઠક રાયપુરમાં થઇ. ન્યુઝ એજન્સી મુજબ છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં થયેલ ઘટનાને લઇ ડીએમ અવસ્થીએ કહ્યું કે, આ ઘટનામાં પાંચ જવાન શહિદ થયા છે. જયારે 10 જવાન ઘાયલ થયા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33