GSTV
Gujarat Government Advertisement

ચાણક્ય નીતિ : વિદ્યાર્થીઓની સફળતા માટે આચાર્ય ચાણક્યના આ સાત મંત્ર યાદ રાખી લો

Last Updated on April 2, 2021 by

આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે કેટલીક એવી બાબતો જણાવી છે જેનાથી છાત્રોએ હંમેશા દુર રહેવુ જોઈએ. જાણી લો એ બાબતો વીશે. દરેક માતા-પિતા ઇચ્છે છે કે તેમનું બાળક યોગ્ય બને કારણ કે એક પ્રતિભાવાન અને યોગ્ય બાળક ન માત્ર પોતાના ભવિષ્યને ઉજ્જવળ કરે છે પરંતુ પોતાના માતાપિતાનું માથુ પણ ગર્વથી ઉંચુ કરે છે. પરંતુ બાળકને ગુણવાન અને યોગ્ય બનાવવા માટે બહેતર સંસ્કારોની સાથે સાથે બહેતર શીક્ષણ પણ જરૂરી છે. આચાર્ય ચાણક્યએ ચાણક્યનીતિમાં બાળકોના બહેતર ભવિષ્ય માટે એવી સાત વસ્તુ જણાવી છે જેનીથી છાત્રોએ હંમેશા દુર રહેવુ જોઈએ. જાણી લો એ બાબતો વીશે.


ક્રોધ : ક્રોધ કોઈ પણ વ્યક્તિનો મોટો શત્રુ છે. કારણ કે તે સૌથી વધારે નુકસાન ક્રોધ કરનાર વ્યક્તિનું જ કરે છે. ક્રોધ દરમીયાન કોઈ પણ વ્યક્તિ સાચો નિર્ણય લઈ શકતુ નથી કારણ કે એ પરીસ્થીતિમાં તે કોઈ પણ વસ્તુને પૂર્ણ રૂપથી જોવા માટે સક્ષમ હોતો નથી. માટે ક્રોધથી હંમેશા દુર રહેવુ જોઈએ.


કામવાસના : જે છાત્ર પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માગે છે તેમણે કામવાસના અને કામક્રીયાથી દુર રહેવુ જોઈએ. તેમાં પડ્યા બાદ મન સતત ભટકતુ રહે છે. આવા વિદ્યાર્થીઓ પુરી લગન અને ઇમાનદારી સાથે શીક્ષા લઈ શકતા નથી.


સંતુલિત આહાર : છાત્રોએ હંમેશા સંતુલીત અને હળવો ખોરાક ખાવો જોઈએ. તેમણે ભોજનના સ્વાદનું વધુ મહત્વ ન રાખવુ જોઈએ. છાત્રોએ એક તપસ્વીની જેમ આહાર લેવો જોઈએ. સંતુલીત આહાર લેવાથી તેમનુ સ્વાસ્થ્ય સારૂ હે છે અને શીક્ષણમાં વિઘ્ન આવતુ નથી.


શ્રૃંગાર : અભ્યાસ કરવા વાળા વ્યક્તિએ હંમેશા સાજ શણગાર અને શ્રૃંગારથી દૂર રહેવુ જોઈએ. એક વખત છાત્ર એ ચક્કરમાં પડે પછી તે ફેશન છોડી શકતો નથી. આવી સ્થીતિમાં તેનું મન અભ્યાસમાં લાગતુ નથી. માટે છાત્રએ હંમેશા સાદુ જીવન જીવવુ જોઈએ.


મનોરંજન : મનોરંજન અને ખેલકુદ જરૂરી છે પરંતુ તે માત્ર સીમિત માત્રામાં હોવુ જોઈએ. આવશ્યકતાથી વધુ ખેલકુદ કે મનોરંજન છાત્રનું ધ્યાન ભટકાવી શકે છે.


લોભ : કહેવામાં આવે છે કે લાલચ અને લોભ વ્યક્તિએ ત્યજી દેવા જોઈએ. આ વાત માત્ર છાત્રો માટે જ નહી પરંતુ બધા જ લોકો માટે જરૂરી છે. લાલચ કરવા વાળો વ્યક્તિ પોતે મહેનતથી કંઈ કરી શકતો નથી. તે હંમેશા છેતરપીંડી કરીને બીજા લોકોની વસ્તુ હડપવાની કોશીષ કરે છે. માટે લાલચ ક્યારેય ન કરવી જોઈએ.


ઉંઘ : સારા શીક્ષણ માટે પુરતી ઉંઘ જરૂરી છે. વિદ્યાર્થીજીવનમાં કોઈપણ છાત્રની ઉંઘ છ થી સાત કલાકની હોવી જોઈએ. તેનાથી વધુ ઉંઘ પણ શીક્ષણમાં વિઘ્નરૂપ બને છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30