Last Updated on March 23, 2021 by
પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાથી સામાન્ય માણસ ભલે પરેશાન હોય, પરંતું તેના કારણે સરકારની આવકમાં 300 ટકાનો વધારો થયો છે, સોમવારે સરકારે આ માહિતી આપી.રાજ્ય કક્ષાનાં નાણા પ્રધાન અનુરાગ ઠાકુરે એક પ્રશ્નનાં લેખિત જવાબમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર આવી તે પહેલા 2014-15 દરમિયાન પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીથી 29,279 કરોડ રૂપિયા અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીથી 42,881 કરોડ રૂપિયા પ્રાપ્ત કર્યા છે. હાલનાં વર્ષ 2020-21નાં પહેલાનાં 10 મહિના દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ કલેક્સન વધીને 2.94 લાખ કરોડ રૂપિયા થઇ ગયું.
સરકારે સોમવારે લોકસભામાં આ માહિતી આપી હતી. બીજી તરફ, ચૂંટણી ધરાવતા રાજ્ય આસામના જોરહાટ જિલ્લામાંથી માહિતી મળી હતી કે રસોઈ ગેસના ખર્ચને કારણે મહિલા શ્રમિકોએ લાકડા સળગાવવાનું શરૂ કરી દીધું છે. તેમણે રાજકીય પક્ષો પાસેથી તેમનું વેતન વધારવાની માંગ કરી છે, જેથી તેઓ મોંઘા રસોઈ ગેસ ખરીદી શકે.
કેન્દ્રને 10 મહિનામાં 2.94 લાખ કરોડની આવક
નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે કેન્દ્રમાં ભાજપ સરકારના પ્રથમ વર્ષમાં 2014-15 દરમિયાન પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટીમાંથી 29,279 કરોડ રૂપિયા અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાંથી 42,881 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ 10 મહિનામાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સની વસૂલાત વધીને રૂ. 2.94 લાખ કરોડ થઈ ગઈ છે.
ગેસનો બાટલો મોંઘો થયો થતા આસામનાં ચાનાં બગીચામાં કામ કરતી શ્રમિક મહિલાઓ ચુલો ફુંકવા મજબુર બની
જો કે ગેસ સિલિન્ડર મોંઘા થતા અસહ્ય મોંઘવારીથી ત્રસ્ત આસામનાં જોરહાટ જિલ્લાનાં ચાનાં બગીચામાં કામ કરતી શ્રમિક મહિલાઓએ હવે ગેસનાં બદલે રસોઇ બનાવવા માટે ફરીથી લાકડા સળગાવવાનું શરૂ કર્યું છે, કારણ કે તેમને ચાનાં બગીચામાં આખો દિવસ મજુરી કરવા છતાં માત્ર 173 રૂપિયા જ મહેનતાણું મળે છે, અને ગેસ સબસિડી પણ બંધ થઇ ગઇ હોવાથી હવે ગેસનો બાટલો તેમને પોસાય તેમ નથી, તેથી તે મહિલાઓ ચુલો ફુંકવા મજબુર બની છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31