GSTV
Gujarat Government Advertisement

સરકારી નોકરી/ રેલવેમાં 2500 પદ પર નીકળી ભરતી, મળશે બમ્પર સેલરી, અહીંયા જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ

Last Updated on February 25, 2021 by

જો તમે પણ સરકારી નોકરીની શોધ કરી રહ્યા છો તો, તમારા માટે આ શ્રેષ્ઠ તક છે. સેન્ટ્રલ રેલ્વે ભરતી બોર્ડે અપરેંટિસના પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. જે હેઠળે મુંબઇ, ભુસાવલ, પુના, નાગપુર અને સોલપુર સહિત અન્ય પ્રદેશ માટે વેકેન્સી નીકળી છે. જે હેઠળ કુલ 2500 પદ પર નિમણૂક કરવામાં આવશે. આ સંજોગોમાં ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 5 માર્ચ સુધી અરજી કરી શકે છે. આ પદ પર અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર પોર્ટલ https://www.rrccr.com/Home પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરતા સમયે એ વાતનું ધ્યાન રાખો કે, ફોર્મને પહેલા સારી રીતે વાંચો. કારણ કે, જો ફોર્મમાં કોઈ ગરબડી મળી આવે છે તો એપ્લીકેશન ફોર્મ રિજેક્ટ કરી દેવામાં આવશે.

સેન્ટ્રલ રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડની તરફથી જાહેર કરાયેલી નોટિફિકેશન મુજબ અપરેન્ટિસની પોસ્ટ પર આવેદન કરનાર ઉમેદવારને કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાથી 10 પાસ સુધીની કે તેને સમકક્ષ ઓછામાં ઓછા 50 ટકા માર્ક સાથે ઉત્તીર્ણ થયેલ હોવા જોઈએ. ઉમેદવારની ઉંમર 18થી 24ની વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમ મુજબ છૂટ આપવામાં આવશે. આ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારોએ 100 રૂપિયા ફી ભરવાની રહેશે.

આ રીતે કરવામાં આવશે પસંદગી

આ પોસ્ટ પર ઓનલાઇન અરજી કરનારા ઉમેદવારોની પસંદગી દસમા ધોરણની મેરિટ- ગુણવત્તાના આધારે કરવામાં આવશે. આ ઉપરાંત, ઉમેદવારોએ ધ્યાન આપે કે, તેઓએ હાયર એજ્યુકેશન -ઉચ્ચ શિક્ષણની ડિગ્રી પણ લીધી હોય તો પણ ફક્ત 10મા ધોરણના માર્ક્સને જ પ્રાધાન્ય આપવામાં આવશે. આ સિવાય, શૈક્ષણિક લાયકાત સાથે જોડાયેલી વધુ વિગતોને તપાસવા માટે ઉમેદવારે અધિકારીક નોટિફિકેશન વાંચી શકે છે.

મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઇન અરજીની પ્રારંભ તારીખ – 06 ફેબ્રુઆરી 2021 એ 11 મોર્નિંગ
  • ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ – 05 માર્ચ 2021 સુધી 5 વાગ્યા સુધી
  • મુંબઈ માટે આ છે જગ્યાઓ…
  • કેરેજ અને વેગન (કોચિંગ) વાડી બંદર – 258 પોસ્ટ્સ
  • મુંબઈ કલ્યાણ ડીઝલ શેડ – 53 પોસ્ટ્સ
  • કુર્લા ડીઝલ શેડ – 60 પોસ્ટ્સ
  • સીનિયર ડીઈઈ (ટી.આર.એસ.) કલ્યાણ – 179 પોસ્ટ્સ
  • સીનિયર ડીઈઈ (ટીઆરએસ) કુર્લા – 192 પોસ્ટ્સ
  • પરેલ વર્કશોપ – 418 પોસ્ટ્સ
  • માટુંગા વર્કશોપ – 547 પોસ્ટ્સ
  • એસ એન્ડ ટી વર્કશોપ, બાયકુલા – 60 પોસ્ટ્સ

ભુસાવાલ

  • કેરેજ અને વેગન ડેપો – 122 પોસ્ટ્સ
  • ઇલેક્ટ્રિક લોકો શેડ, ભુસાવાલ – 80 પોસ્ટ્સ
  • ઇલેક્ટ્રિક લોકમોટિવ વર્કશોપ – 118 પોસ્ટ્સ
  • મનમાદ વર્કશોપ – 51 પોસ્ટ્સ
  • ટીએમડબ્લ્યુ નાસિક રોડ – 49 પોસ્ટ્સ

પુણે

  • કેરેજ અને વેગન ડેપો – 31 પોસ્ટ્સ
  • ડીઝલ લોકો શેડ – 121 પોસ્ટ્સ
Job

નાગપુર

  • ઇલેક્ટ્રિક લોકો શેડ – 48 પોસ્ટ્સ
  • અજની કેરેજ અને વેગન ડેપો – 66 પોસ્ટ્સ

સોલાપુર

  • કેરેજ અને વેગન ડેપો – 58 પોસ્ટ્સ
  • કુર્દુવાડી વર્કશોપ – 21 પોસ્ટ્સ

શૈક્ષણિક લાયકાત:

  • ઉમેદવારે 10મા ધોરણની પરીક્ષા અથવા તેની સમકક્ષ (10 + 2 પરીક્ષા સિસ્ટમ હેઠળ) પાસ કરેલ હોવી આવશ્યક છે
  • વ્યાવસાયિક તાલીમ માટે રાષ્ટ્રીય કાઉન્સિલ દ્વારા રજૂ કરાયેલ સૂચિત અથવા રાષ્ટ્રીય વ્યાવસાયિક તાલીમ માટે રાષ્ટ્રીય કાઉન્સિલ / વ્યવસાયિક તાલીમ માટે રાજ્ય કાઉન્સિલ દ્વારા પ્રોવિઝનલ સર્ટિફિકેટ

વય મર્યાદા: 18થી 24 વર્ષ

મધ્ય રેલ્વે એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટેની પસંદગી પ્રક્રિયા

મેટ્રિકમાં માર્કસ ટકાવારીના આધારે મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે (ઓછામાં ઓછા 50 % ગુણ સાથે) + જે આઈટીઆઈના માર્કસ પણ અતિ જરૂરી ગણાશે

સેન્ટ્રલ રેલ્વે એપ્રેન્ટિસ ભરતી 2021 માટે કેવી રીતે અરજી કરવી?

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઇન ફેબ્રુઆરીથી 05 માર્ચ 2021 સુધી 5 વાગ્યા સુધી ઓનલાઇન મોડ દ્વારા સેન્ટ્રલ રેલવે ભરતી 2021 માટે અરજી કરી શકે છે.
  • ઓનલાઇન અરજી રજૂ કરતી વખતે, દરેક અરજદારને નોંધણી નંબર આપવામાં આવશે. ઉમેદવારોને પ્રક્રિયાના વધુ તબક્કાઓ / આરઆરસી સાથે પત્રવ્યવહાર માટે તેમના નોંધણી નંબરને જાળવવા / નોંધવાની સલાહ આપવામાં આવે છે.

અરજી ફી: રૂ. 100 /

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33