GSTV
Gujarat Government Advertisement

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: CBSE એ ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખોમાં કર્યો ફેરફાર, હવે આ તારીખે યોજાશે પરીક્ષાઓ

Last Updated on March 5, 2021 by

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) 10માં અને 12 ધોરણની પરીક્ષાઓની ડેટશીટમાં ફેરફાર કર્યો છે. બોર્ડે નવી તારીખોની જાણકારી આપતા વેબસાઈટ પર તેને અપલોડ કરી છે. સીબીએસઈના 10 અને 12માં ધોરણની બોર્ડની પરીક્ષાઓ 4મેથી 1 જૂન વચ્ચે હવે આયોજીત કરવામાં આવશે.

નવી ડેટશીટમાં કર્યો ફેરફાર

12માં ધોરણ ફિઝીક્સ અને અપ્લાઈડ ફિઝિક્સ જેવી પરીક્ષાઓ જે પહેલા 13 મેના રોજ યોજાવાની હતી, તે હવે 8 જૂનના રોજ આયોજીત થશે. 10માં પણ કેટલાય વિષયની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કર્યો છે. 10માં ધોરણની ગણિતની પરીક્ષા જે પહેલા 21 મેના રોજ યોજાવાની હતી, તે હવે આગળ વધારીને 2 જૂનના રોજ કરી દેવામાં આવી છે.

ધોરણ 10ની ડેટશીટ

ધોરણ 12ની ડેટશીટ

ધોરણ 10 અને 12ના અલગ અલગ પેપરની તારીખો બદલાઈ

નવી ડેટશીટ મુજબ 12 ગણિતની પરીક્ષા જે પહેલા 1 જૂન યોજાવાની હતી, તે હવે 31 મેના રોજ યોજાશે. 10ના વિદ્યાર્થીઓને હવે 21 મેના રોજ સાયન્સની પરીક્ષા આપશે. જ્યારે પહેલા આ દિવસે ગણિતની પરીક્ષા યોજાવાની હતી. ત્યારે હવે ગણિતની પરીક્ષા 2 જૂનના રોજ યોજાશે.

હવે આ તારીખોએ ખતમ થશે પરીક્ષાઓ

આપને જણાવી દઈએ કે, આ વખતે બોર્ડની પરીક્ષા 4મેથી શરૂ થશે અને 7 જૂનના રોજ 10 ધોરણની પરીક્ષાઓ ખતમ થશે. જ્યારે 12માં ધોરણની પરીક્ષા 14 જૂનના રોજ ખતમ થશે. જ્યારે પહેલા 12માં પરીક્ષા 11 જૂનના રોજ ખતમ થવાની હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33