Last Updated on March 29, 2021 by
વિશ્વભરમાં જળ પરિવહન માટે ચિંતાનું કારણ બનેવું સુએઝ કેનાલમાં ફસાયેલું વિશાળ કાર્ગો શીપ એવર ગ્રીનને 6 દિવસની સખત મહેનત બાદ હટાવી દેવાયું છે અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. સુએઝ કેનાલમાં આ મોટા જહાજને અટવાઈ જવાને કારણે આ માર્ગના પાણીના ટ્રાફિકને ભારે અસર પહોંચી હતી. તેને દૂર કરવા માટે 2 વિશેષ બોટો દિવસ અને રાત મહેનત કરી રહી હતી.
ઇજિપ્તની સુએઝ કેનાલમાં છેલ્લા છ દિવસથી અટવાયેલું વિશાળ કાર્ગો શિપ આજે પોતાના લક્ષ્યસ્થાન તરફ આગળ વધવા લાગ્યું છે. આ કાર્ગો શિપને વિશ્વના સૌથી મોટા કાર્ગો કન્ટેનર વહાણોમાંનું એક માનવામાં આવે છે. EVER GREEN નામનું જહાજ એશિયા અને યુરોપ વચ્ચે ચાલે છે. ઇંચ કેપ શિપિંગ સેવાએ આ માહિતી આપી છે કે કન્ટેનર શિપ આજે ફરી શરૂ કરવામાં આવ્યું હતું.
અગાઉ, સુએઝ કેનાલ ઓથોરિટીએ માહિતી આપી હતી કે વિશાળ કન્ટેનર શિપને આંશિક રીતે બહાર કાઢી લેવામાં આવ્યું છે. મંગળવારે એશિયા અને યુરોપ વચ્ચે માલ વહન કરતું આ મોટું વહાણ આ કેનાલમાં અટવાઈ ગયું હતું.
કેનાલમાં ત્રાંસુ ફસાવવાના કારણે આ કેનાલમાંથી તમામ ટ્રાફિક બંધ થઈ ગયો હતો. મંગળવારથી સંબંધિત અધિકારીઓ જહાજને દૂર કરીને જળમાર્ગનો ટ્રાફિક હટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમને હવે સખત મહેનત બાદ સફળતા મળી છે. સ્થાનિક સમય મુજબ સવારના સાડા ચાર વાગ્યે માલવાહક જહાજને બહાર કાઢવામાં આવ્યું છે.
ધૂળ ભરી આંધીઓને કારણે કાર્ગો શિપ સુએઝ કેનાલમાં અટવાઈ ગયું હતું. આ 1300 ફુટ લાંબું માલવાહક જહાજ લાલ સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રમાં ટ્રાફિક જામના કારણે અટવાઈ ગયું હતું. આ ટ્રાફિક જામમાં આશરે 150 જહાજો ફસાયેલા હતા, જેમાં ક્રૂડ તેલના 13 કરોડ બેરલથી ભરેલા 10 ક્રૂડ ટેન્કરનો સમાવેશ થાય છે. આને કારણે, ઘણા દેશોમાં પેટ્રોલિયમ પેદાશોની ડિલિવરીમાં વિલંબ થયો હતો.
કાર્ગો અટવાતાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને ચડી ગયા હતા.
ચાલો તમને જણાવી દઈએ કે 193.3 કિલોમીટર લાંબી સુએઝ કેનાલ ભૂમધ્ય સમુદ્રને લાલ સમુદ્ર સાથે જોડે છે. વિશ્વના લગભગ 30 ટકા શિપિંગ કન્ટેનર આ માર્ગમાંથી પસાર થાય છે. વિશ્વના 12 ટકા માલની પણ આ નહેર દ્વારા પરિવહન થાય છે. એવર ગિવન શિપ 25 ભારતીય દ્વારા સંચાલિત છે. તમામ ભારતીય ડ્રાઇવરો સંપૂર્ણ સલામત હોવાનું જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે આ માર્ગ પર 100 કરતા વધારે જહાજ જામમાં ફસાઈ ગયા હતા. આ જહાજને 25 ભારતીયો ચલાવી રહ્યા છે. તમામ ભારતીય ચાલકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ઘટનાના કારણે દર કલાકે 2,800 કરોડ રૂપિયાનું નુકસાન થયું અને એશિયા-યુરોપ વચ્ચેનો મોટા ભાગનો ટ્રેડ પ્રભાવિત થયો.
જાણવા મળ્યા મુજબ આ વિશાળ માલવાહક જહાજ એવરગ્રીન પર પનામાનો ઝંડો લાગેલો છે. 193.3 કિમી લાંબી સુએઝ નહેર ભૂમધ્ય સાગરને લાલ સાગર સાથે જોડે છે. મંગળવારે સવારે સુએઝ પોર્ટની ઉત્તરે નહેર પાર કરતી વખતે કંટ્રોલ ગુમાવવાથી આ જહાજ ફસાઈ ગયું હતું. તેને બહાર કાઢવા માટે મોટા પાયે ટગ બોટ્સ જે ખૂબ જ શક્તિશાળી હોય છે અને જહાજને ધક્કો મારવાનું કામ કરે છે તે તૈનાત કરવામાં આવી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31