Last Updated on March 12, 2021 by
જો તમે ઘર અથવા તો ઓફિસ ખરીદવાનો પ્લાન કરી રહ્યાં હોવ તો સરકારી બેંક કેનરા બેંક (Canara Bank) તમારી માટે એક મોટી ઓફર લાવી છે. કેનરા બેંક સમગ્ર ભારતમાં 2000 થી પણ વધારે સંપત્તિઓની હરાજી કરવા જઇ રહી છે. Canara Bank ની મેગા ઇ-ઓક્શન 16 માર્ચ અને 26 માર્ચના રોજ હશે. તેમાં ફ્લેટ/એપાર્ટમેન્ટ્સ/આવાસીય ઘર ઓફિસ, ઇન્ડસ્ટ્રિયલ જમીન/ભવન અને ખાલી સાઇટની હરાજી કરવામાં આવશે. આ પ્રોપર્ટી બેંક તરફથી સમય-સમય પર ડિફોલ્ટર પાસેથી રિકવરી માટે મોર્ગેજ પ્રોપર્ટીની હરાજી કરવામાં આવી રહી છે. કેનરા બેંકે પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે.
હાલમાં હરાજી થઇ રહેલી પ્રોપર્ટી ખરીદવાનો ફાયદો એ છે કે, આ તમને ઓછી કિંમતમાં મળી જશે. કેનરા બેંકે પોતાના ટ્વિટમાં જણાવ્યું કે, ‘મૂલ્યવાન સંપત્તિઓના માલિક બનો! સંપત્તિઓની બોલી લગાવો, સંપત્તિ પોતાના નામે કરાવો, પૂરા ભારતના મુખ્ય શહેરોમાં સંપત્તિઓ ખરીદવાના આ મોકાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો.
અહીં મળશે સંપૂર્ણ જાણકારી
બેંકના જણાવ્યાં અનુસાર, સંપત્તિઓની વધારે જાણકારી માટે કેનરા બેંકની કોર્પોરેટ વેબસાઇટ https://canarabank.com> ટેન્ડર > વેચાણની માહિતી અને અમારી હરાજી સેવા પાર્ટનર પર સંપર્ક કરી શકો છો. આ સિવાય આ વેબસાઇટ્સથી પણ જાણકારી પ્રાપ્ત કરી શકો છો.
https://indianbankseauction.com (M/S Canbank Computer Services Ltd)
https://canarabank.auctiontiger.net (M/S E Procurement Technologies Pvt Ltd)
https://bankeauctionwizard.com (M/S Antares System Ltd)
https://ibapi.in (M/S MSTC Ltd) (e-Bkraya)
https://bankeacutions.com (M/S C1 India Pvt Ltd)
મોંઘીદાટ સંપત્તિના માલિક બનો
આ રીતે હરાજીમાં ભાગ લઇ શકો
આ હરાજીમાં ભાગ લેવા માટે તમે ઓનલાઇન એપ્લાય પણ કરી શકો છો. બ્રાન્ટ પર KYC ની પૂરી ડિટેઇલ માટે તમામ ડોક્યુમેન્ટસ જમા કરાવવાના રહેશે.
ઇ-હરાજીમાં ભાગ લેવા માટે પાર્ટિસિપેન્ટને અર્નેસ્ટ મની ડિપોઝિટ એટલે કે EMD જમા કરાવવાની રહેશે. ડિજિટલ સિગ્નેચર જરૂરી રહેશે. જો તમે હરાજીમાં ભાગ લેવા ઇચ્છો છો તો ઇ-ઓક્શન અથવા તો માન્ય એજન્સીમાં જઇને તમારી ડિજિટલ સિગ્નેચર લઇ શકો છો.
બ્રાન્ચ પર EMD અને KYC ડોક્યુમેન્ટ્સ જમા કર્યા બાદ ઇ-નીલામી કરનારાઓ તરફથી બિડર્સના ઇમેઇલ આઇડી પર લોગ ઇન આઇડી અને પાસવર્ડ મોકલી દેવામાં આવશે, જેના આધારે હરાજીમાં ભાગ લઇ શકો છો.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31