GSTV
Gujarat Government Advertisement

CA ફાઇનલ રિઝલ્ટ/ રીક્ષા ચલાવતા પિતાના પુત્રે ઓલ ઇન્ડિયામાં 41મો મેળવ્યો રેન્ક, સફળતા મેળવવા અપનાવ્યા હતા આ ખાસ મંત્રો

Last Updated on March 23, 2021 by

ગત જાન્યુઆરીમાં આઇ.સી.એ.આઇ. દ્વારા લેવાયેલ ન્યૂ કોર્સની CA.ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું હતું. અમદાવાદ ચેપ્ટરના સ્ટુડન્ટસે CA.ફાઇનલ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સ્થાન મેળવીને ઝળહળતી સફળતા મેળવી હતી જેમાં સારા રેન્ક સાથે પાસ થયેલા સ્ટુડન્ટસે પોતાના સફળતા મંત્રની ટિપ્સ આપી હતી.

આઇપીસીસીમાં ફેઇલ થતા સી.એ.ફાઇનલમાં રેન્ક સાથે પાસ થવાની તૈયારી શરૂ કરી હતી

કોરોનાને લીધે અમને સી.એ.ફાઇનલની પરીક્ષાની તૈયારી કરવા માટે છ મહિનાનો વધુ સમય મળ્યો હતો. હું નિયમિત રીતે 8થી 10 કલાક દરેક વિષયનું વાંચન કરતો હતો. સી.એ.ફાઇનલ પરીક્ષાની તૈયારી કરવાની શરૂઆત સાથે સોશિયલ મીડિયાનો યુઝ બંધ કર્યો હતો. વાંચવાથી કોઇ દિવસ કંટાળો કે થાક લાગે ત્યારે થોડી વાર આરામ કરતો હતો. સી.એ. થવાના મારા ડ્રીમને પૂરું કરવા માટે સખત મહેનત કરી હતી. પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. આઇપીસીસીમાં ફેઇલ થતા સી.એ.ફાઇનલમાં રેન્ક સાથે પાસ થવાની તૈયારી શરૃ કરી હતી અને આજે સારા રેન્ક સાથે પાસ થયો છું જેને લીધે પરિવારમાં ખુશીની લાગણી છવાઇ છે. મારા પિતા રીક્ષા ચલાવે છે અને માતા ઘરકામ કરે છે. સેલ્ફ સ્ટડી પર વધાર ભાર મૂક્યો હતો. મારા અભ્યાસ માટે મારા સમાજ અને સગાસંબંધીઓ મદદ કરી હતી. પરીક્ષાના પેપર બહું અઘરા હતા છતાં કોન્ફિડન્સ સાથે કરેલી તૈયારીને લીધે સારું પરિણામ મેળવી શક્યો છું. હવે સારી જગ્યાએ જોબ કરવાની મારી ઇચ્છા છે.-કિશન ચંદારાણા, ઓલ ઇન્ડિયા રેન્ક- 41, 800-493, પર્સન્ટેજ- 61.63, સરખેજ

ફોર્મ

છેલ્લાં 8 મહિના સોશિયલ મીડિયાથી દૂર રહ્યો હતો

મને અકાઉન્ટન્ટ વિષયમાં રસ વધુ હોવાથી સી.એ.કરવાની ઇચ્છા કરી હતી. દરેક વિષયની તૈયારી માટે શિડયુલ બનાવ્યું હતું અને તે પ્રમાણે નિયમિત વિષયની તૈયારી કરી હતી. કોરોનાના સમયમાં પરીક્ષા લેવાશે કે નહીં લેવાય તેની સતત ચિંતા રહેતી હતી. સારા પરિણામ સાથે રેન્ક મળે તે માટે હું પરીક્ષાના છેલ્લાં છથી આઠ મહિના સોશિયલ મીડિયાથી દૂર રહ્યો હતી. વાંચવાથી કંટાળો આવે ત્યારે મનગમતા પુસ્તકો વાંચતી હતી સાથે રમત રમતી હતી. પરિવારમાં માતા ઘરકામ અને પિતા જોબ કરે છે. ઇન્ટર મીડિયેટ પરીક્ષામાં પણ ઓલ ઇન્ડિયા 29 મો રેન્ક મેળવ્યો હતો જેનાથી મને સારો રેન્ક મેળવવાની પ્રેરણા મળી હતી. દરેક વિષય માટે કેટલું વાંચ્યું તેના કરતાં કેટલું યાદ રહ્યું તે જરૂરી છે જેને લીધે હું કંઇક કરી શકું છું તે માટેનો આત્મવિશ્વાસ જાળવી રાખ્યો હતો જેને લીધેે સફળતાને પ્રાપ્ત કરી શકું છું. મારે ઇન ડાયરેક્ટ ટેક્સમાં સૌથી વધુ 75 માર્ક્સ આવ્યા છે.-જૈનિલ શાહ, ઓલ ઇન્ડિયા રેન્ક- 13, 800-543, પર્સન્ટેજ- 68, ડ્રાઇવિંગ રોડ

પરીક્ષાના પેપર ઘણાં હાર્ડ હતા તેમ છતાં ધાર્યું પરિણામ મેળવ્યું છે

કોરોનાના સમયમાં પરીક્ષા માટેની અફવાઓ સતત આવતી હતી જેને લીધે વાંચવા માટેનું ધ્યાન રહેતું ન હતુું સાથે સતત ટેન્શન પણ રહેતું હતું. પરીક્ષા ફાઇનલ લેવાશે તેને લીધે દરેક વિષય માટે યોગ્ય મેનેજમેન્ટ પ્રમાણે તૈયારી કરી હતી. પરીક્ષામાં બધાં જ પેપર ઘણા અઘરાં હતા તેમ છતાં પ્રથમ ટ્રાયલે પાસ થઇ છું જેનાથી મને ઘણો આનંદ છે. સ્માર્ટ વર્કની સાથે થોડું હાર્ડવર્ક પણ જરૂરી છે જેનાથી પરીક્ષામાં દરેક વિષયનું યોગ્ય સમતોલન જાળવી શકાય છે. ટયુશનની સાથે ઘરે આવીને દરેક વિષયની નોટબૂક્સ બનાવી હતી જેનાથી મને પરીક્ષામાં સારો સપોર્ટ મળ્યો હતો. સારો રેન્ક મેળવવા માટે સોશિયલ મીડિયા છોડયું હતું. સારો રેન્ક મળ્યો છે તો પહેલાં જોબ કરીશ ત્યાર પછી બિઝનેસ કરવાની ઇચ્છા છે.-રાધિકા થાનકી, ઓલ ઇન્ડિયા રેન્ક- 19, 800- 531, પર્સન્ટેજ-,66 સેટેલાઇટ

લૉકડાઉનમાં મળેલા સમયમાં અભ્યાસ પર વધુ ફોકસ કર્યું હતું

સી.એ.થવાના સપનાને સાકાર કરવા માટે બહું મહેનત કરવી પડે છે તે વાતને એક પ્રેરણાસૂત્ર માનીને હું દરેક વિષયની તૈયારી કરતી હતી. પરિવારમાંથી પહેલી સી.એ.થવાના ગોલ સાથે અથાગ મહેનત કરી હતી. કોરોનાના સમમયાં પરીક્ષા નહીં લેવાનો ડર હતો સાથે નિયમિત તૈયારીથી કંટાળો આવતો હતો પણ સારા પરિણામ લાવવાનો એક મોકો પણ હતો તે ગોલ સાથે તૈયારી કરતા સારા રેન્ક સાથે પાસ થઇ હતી. વાંચવાથી કંટાળો આવે ત્યારે ઊંઘી જતી હતી ત્યારપછી ફરીથી સારી રીતે દરેક વિષયની તૈયારી કરતી હતી. જૂના પેપર સોલ્યુશન કર્યા હતા જેનાથી લખવાની સારી પ્રેક્ટિસ થઇ હતી અને સમયસર પેપર પૂર્ણ કરી શકાયા હતા. ડાયરેક્ટ ટેક્સમાં મારે સૌથી વધુ 70 માર્ક્સ છે. આવનારા સમયમાં જોબ કરવાની ઇચ્છ છે.-વંશિકા જૈન, ઓલ ઇન્ડિયા રેન્ક- 33, 800-505, પર્સન્ટેજ- 63, શાહીબાગ

નવેમ્બર 2020માં માતાને કોરોના થતા અટેમ્પટ લીધી હતી

એક્ઝામ તૈયારી ફ્રેબુઆરી 2020થી શરૂ કરી હતી. દરેક વિષયની યોગ્ય રીતે તૈયારી કરવા પ્લાનિંગ કર્યો હતો. નવેમ્બર 2020માં ફાઇલન સી.એ.ના ત્રણ પેપર આપ્યા હતા ત્યારે માતાને કોરોના થતા અટેમ્પટ લીધી હતી. આ સમયે મારી પાસે સમય ઓછો હતો ત્યારે મને ફ્રેન્ડ દ્વારા ઘણો સપોર્ટ મળ્યો હતો અને તેમને સી.એ.ની ફાઇનલ પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. છેલ્લાં ત્રીસ દિવસ ઘણી મહેનત કરી હતી સાથે દરેક વિષયને સહજતાથી વાંચીને પરીક્ષા આપી હતી. પેપર ધાર્યા કરતા ઘણાં હાર્ડ હતા છતાં મનથી તૈયારી કરી હતી જેનાથી સારી સફળતા મેળવી હતી. માતા ઘરકામ કરે છે અને પિતા દુકાન ચલાવે છે. સી.એ.માં ઓલ ઇન્ડિયા પસાચમાં રેન્ક આવશે તે માટે ક્યારેય વિચાર્યું ન હતું. હવે મારે સારી જગ્યાએ જોબ કરવાની ઇચ્છા છે.-વૈભવ ચોપરા, ઓલ ઇન્ડિયા રેન્ક- 45, 800-487, પર્સન્ટેજ 60.87, સી.જી.રોડ

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33