GSTV
Gujarat Government Advertisement

હવે ભાન થયું/ સુરત મનપામાં આપનો પગપેસારો થતા સી.આર પાટીલનો કટાક્ષ, ‘કૂતરું કાઢતા બિલાડું પેસી ગયું’

Last Updated on February 24, 2021 by

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 21 ફેબ્રુઆરીએ યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા ચારે બાજુ દિવાળી જેવો માહોલ થઇ ગયો હતો. એવામાં સુરત મનપામાં ભાજપની ઐતિહાસિક જીત બાદ સુરત હવે કોંગ્રેસ મુક્ત થયું છે. પરંતુ સુરતમાં જીત બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ‘સુરતમાં ઐતિહાસિક જીત તો મળી પરંતુ કૂતરું કાઢતા બિલાડું પેસી ગયું છે.’ તેમણે પરોક્ષ રીતે કોંગ્રેસની સરખામણી કૂતરા અને આપની સરખામણી બિલાડા સાથે કરી છે. સી. આર. પાટીલે ચૂંટણીમાં જીતેલા અને હારેલા ઉમેદવારોને અભિનંદન પણ પાઠવ્યા હતાં. ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિને પાટીલે એવી શીખ આપી હતી કે, ‘કામે લાગો, પરંતુ ફરિયાદ આવવી જોઈએ નહીં.’

વધુમાં સી.આર. પાટીલે જણાવ્યું કે, ‘કોઈ એવું ના કહેવું જોઈએ કે કોર્પોરેટર દેખાતા નથી. જો એવી ફરિયાદ આવશે તો એક્શન લેવામાં આવશે. એ આવનારા 6 મહિનામાં ખબર પડી જશે. કોર્પોરેટર થઈ ગયા એટલે સાહેબ થઈ ગયા એવું ના કરતા, તમામની સમસ્યાનો ઉકેલ લાવજો. ન સમજાય તો વરિષ્ઠ નેતાને પૂછીને કામ કરજો. સી.આર. પાટીલે ભાજપના હારેલા લલિત વેકરિયા અને બાબુ જીરાને ટોકયા હતા અને કહ્યું હતું કે, તમે હારી જાઓ એ માનવામાં આવતું નથી.’

ભાજપ વર્ષોથી સત્તામાં હોવા છતાં અહીં એન્ટી ઇન્કમબન્સી જેવું કંઇ જ નથી – પાટીલ

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 21 ફેબ્રુઆરીએ યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. એ મામલે ગઇ કાલે મંગળવારના રોજ જીતના જશ્નને ઉજવવા માટે અમદાવાદ ખાનપુર કાર્યાલય ખાતે ભવ્ય વિજયોત્સવનો કાર્યક્રમ પણ યોજ્યો હતો. જ્યાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘જનતા હંમેશા ભાજપની સાથે જ છે. ભાજપ વર્ષોથી સત્તામાં હોવા છતાં અહીં એન્ટી ઇન્કમબન્સી જેવું કંઇ જ નથી. જીતેલા ઉમેદવારોએ હવે આભાર દર્શન શરૂ કરવું જોઈએ. આવતી કાલથી જ મતદારોના આભાર દર્શનની શરૂઆત કરો, કારણ કે ભાજપે જે કહ્યું છે તે કર્યું છે.

પાટીલે જીતેલા કોર્પોરેટરોને સંબોધતા કહ્યું હતું – ”તમે તમારા દમ પર નથી જીત્યા’

જીતેલા કોર્પોરેટરને સંબોધીને જણાવ્યું હતું કે, ‘તમે તમારા દમ પર નથી જીત્યા, પાર્ટીની તાકાત પર જીત્યા છો. કોઇ દિવસ કાર્યકર્તાની ફરિયાદ ન આવવી જોઇએ. જો કોર્પોર્ટર અંગે કોઇ કાર્યકરની ફરિયાદ આવશે તો તેમની સામે પગલાં લેવાશે.’

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33