GSTV
Gujarat Government Advertisement

Big News : 5 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનના વહીવટ મામલે સી.આર.પાટીલ પર થશે મોટી કાર્યવાહી

Last Updated on April 10, 2021 by

સુરતની હોસ્પિટલ માટે ભાજપ પ્રમુખ સી.આર પાટિલે ખરીદેલા 5 હજાર રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. પાટિલે ખરીદેલા ઇન્જેક્શન મામલે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસના આદેશ આપ્યાં છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરે 5 હજાર ઇન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો તેની તપાસ કરવા અધિકારીઓને જણાવ્યું છે. આ ઉપરાંત રાજકીય પક્ષના કાર્યાલય તેમજ ખાનગી જગ્યાએ થતા ઇન્જેક્શનના વિતરણ બાબતે પણ તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં એક તરફ કોરોનાના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને ભારે હાલાંકી પડી રહી છે. સુરતમાં ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનું બંધ કરી દેવાયું છે. એવામાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે સુરતમાં ભાજપ કાર્યાલય પર રેમડેસિવિર ઈન્જેકશનનું વેચાણ શરૂ કરી દેવાયું છે. ઇન્જેક્શન મેળવવા માટે વહેલી સવારથી જ લોકો લાંબી કતારમાં જોવા મળ્યાં છે. ત્યારે આખરે સી.આર પાટીલ જોડે આ 5 હજાર ઇન્જેક્શનનો જથ્થો આવ્યો ક્યાંથી તે જ એક મોટો પ્રશ્ન છે.

May be an image of 1 person and text that says "GSTV 5S FEARLESS HETERO Remdesivir 100mg/Vial 100mg COVIFOR™ P.c putonforI ONLY DiscardUnusedPorton wto રેમડેસિવિર ઈન્જેક્શનના વહીવટ મામલે સી.આર.પાટીલ પર થશે મોટી કાર્યવાહી સી.આર. પાટીલ પર તંત્રની તવાઈ ઈન્જેકશનનો જથ્થો ક્યાંથી આવ્યો તેની તપાસ કરવા અધિકારીઓને આદેશ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્રે અધિકારીઓને તપાસ સોંપી ખાનગી જગ્યાએ જથ્થાના વિતરણ બાબતની પણ તપાસ થશે રાજકીય પક્ષના કાર્યાલયમાં થતા ઈન્જેકશનના વિતરણ મુદ્દે તપાસ થશે"

ભાજપ કાર્યાલય ખાતે વિના મૂલ્યે ઇન્જેક્શનની ફાળવણી

ભાજપે ઝાયડસ કંપની પાસેથી 5 હજાર ઈન્જેક્શન ખરીદ્યા છે. ખાનગી હોસ્પિટલમાં દાખલ કોરોના પોઝિટિવ દર્દીના સ્વજનોને ભાજપ કાર્યાલય ખાતે વિના મૂલ્યે ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવશે. હોસ્પિટલના ઓથોરાઈઝ ડૉક્ટરની સહી, સિક્કા સાથેના પ્રિસ્ક્રીપશન લેટર, દર્દીના આધાર કાર્ડ અને ઓળખ પુરાવા પર ઈન્જેક્શનનું વિતરણ કરવામાં આવશે. પ્રથમ દિવસે 1 હજાર ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે.

સી.આર. પાટીલે 5000 રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કઇ રીતે કરી?

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક બાજુ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે 5000 રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કઇ રીતે કરી તે એક મોટો પ્રશ્નાર્થ છે. શું સી.આર પાટીલે બારોબાર વહીવટ કર્યો છે કે શું? શું હોસ્પિટલ અને મેડિકલની દુકાન સિવાય અન્ય કોઇ પણ રેમડેસિવિર ઇન્જેક્શન બારોબાર વેચી શકે? જેવાં અનેક પ્રશ્નો અહીં ઊભા થાય છે.

5000 ઈન્જેકશનની વ્યવસ્થા મામલે સી.આરને પૂછો : CM રૂપાણી

જો કે, આ મામલે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શન મામલે સીધો સવાલ સી.આરને પૂછો. સુરતમાં સરકાર જે ઇન્જેક્શન મોકલી રહી છે તેનું સી.આરના પાંચ હજાર ઇન્જેક્શન સાથે કોઇ જ કનેક્શન નથી. 5000 ઈન્જેકશનની વ્યવસ્થા સી.આર કેવી રીતે કરે છે તે સી.આરને પૂછો.’

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે રિઝર્વ સિવાયનો જથ્થો નહીં

ઉલ્લેખનીય છે કે, સુરતના જિલ્લા મેજિસ્ટ્રેટે ગઇ કાલે શુક્રવારના રોજ અખબારી યાદી જાહેર કરી હતી કે, ‘શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે રિઝર્વ સિવાયનો જથ્થો નહીં હોવાના કારણે ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શન આપવાનું બંધ કરાયું છે. સિવિલ અને સ્મીમેરની સ્થિતિને અનુરૂપ ખાનગી હોસ્પિટલો માટે ઇન્જેક્શનના જથ્થાની અછત વર્તાઇ છે. જેના કારણે હાલમાં ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શન આપવાનું બંધ કરાયું છે.’

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33