Last Updated on March 15, 2021 by
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મધ્ય પ્રદેશમાં કૃષિ કાયદાઓની વિરૂદ્ધમાં એક વિશાળ ખેડૂત રેલીને સંબોધી હતી. જે દરમિયાન તેમણે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર બિઝનેસમેન ચલાવી રહ્યા છે, જેઓ ખેડૂતો પાસેથી જમીન ઝૂંટવીને ભુખમરા પર પૈસા બનાવવા માગે છે. દિવસમાં માનવી બે વખત ભૂખ્યો થાય છે. આ બિઝનેસમેન કે મુડીપતીઓના હાથમાં જમીન આવી જશે ત્યારે અનાજ પણ તેમના કબજામાં હશે, તેઓ લોકોની ભુખ પર વ્યાપાર કરશે.
આ સાથે જ રાકેશ ટિકૈતે કહ્યું હતું કે ખેડૂતોનું આ આંદોલન આ વર્ષના અંત સુધી એટલે કે ડિસેમ્બર મહિના સુધી ચાલશે. દરમિયાન હરિયાણાની દિલ્હી સરહદે ખેડૂતોએ સોનિપત વિસ્તારમાં આવેલા નેશનલ હાઇવે નંબર 44 પાસે પાણી માટે બોરવેલ કર્યો હતો, સાથે જ ત્યાં આશરા માટે બાંધકામ પણ કર્યું છે. જેને પગલે હવે હરિયાણા પોલીસે ખેડૂતોની સામે એફઆઇઆર દાખલ કરી છે. કુંડલીના પીઆઇ રવી કુમારે કહ્યું હતું કે જે લોકોએ આ બોર્ડર પર બાંધકામ કર્યું છે અને બોરવેલ તૈયાર કર્યો છે તેમની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
દરમિયાન યુપી ગેટ પાસે પણ ઘણા દિવસથી ખેડૂતો આંદોલન પર બેઠા છે. એવામાં આસપાસના લોકોને હવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં 28મી નવેમ્બરથી ખેડૂતોએ રસ્તો બંધ કરી દીધો છે. જેને પગલે કેટલાક વ્યાપારીઓએ પોતાનો કારોબાર બંધ કરવો પડી રહ્યો છે.
વ્યાપારીઓએ હવે આનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે અને કેટલાક વ્યાપારીઓ ખેડૂતો તેમજ સરકાર બન્નેને કોઇ રસ્તો કાઢીને નિકારણ લાવવા અપીલ પણ કરી રહ્યા છે. બીજી તરફ હાલ ગરમીને કારણે દિલ્હીની સરહદોએ જે આંદોલન ચાલી રહ્યું છે ત્યાં ધરણા સૃથળે ખેડૂતો દ્વારા રેનબસેરા ઉભા કરાઇ રહ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31