Last Updated on March 3, 2021 by
ગુજરાતમાં આજે નીતિન પટેલ દ્વારા બજેટ રજૂ કરાઈ રહ્યું છે. શિક્ષણ એ અતિ અગત્યનો પાયો છે. ગુજરાતના બજેટમાં નીતીન પટેલ મનમૂકીને વરસ્યા છે. શિક્ષણ એ સતત વિકાસની પ્રક્રિયા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ પદ્ધતિમાં આગામી સમયની જરૂરિયાત ધ્યાને લઈ ક્રાંતિકારી ફેરફારો સૂચવવામાં આવ્યા છે. માતૃભાષામાં શિક્ષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે આધુનિક યુગને અનુરૂપ શિક્ષણ પદ્ધતિને પરિવર્તનશીલ બનાવવામાં આવેલ છે. મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ ગુજરાતના વિઘાર્થીઓને અદ્યતન શિક્ષણ પ્રદાન કરવાની દિશામાં મહત્ત્વનું પગલું છે. શિક્ષણ વિભાગ માટે કુલ ૩૨,૭૧૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- 2 લાખ 27 હજાર 029 કરોડનું બજેટ રજૂ
- ગુજરાત 2021-22 ગુજરાતનું કદ
- ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટુ બજેટ
- કૃષિ ખેડૂત અને કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7232 કરોડની જોગવાઈ
- જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ
- શિક્ષણ વિભાગ માટે 32719 કરોડની જોગવાઈ
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11323 કરોડની જોગવાઈ
- મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3511 કરોડની જોગવાઈ
- પાણી પૂર્વઠા પ્રભાગ માટે 3974 કરોડની જોગવાઈ
- સામાજીક અને ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 4353 કરોડની જોગવાઈ
- આદિજાતી વિકાસ વિભાગ માટે 2656 કરોડની જોગવાઈ
- પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8796 કરોડની જોગવાઈ
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે 13493 કરોડની જોગવાઈ
- શ્રમ અને રોજગાર વિભાગ માટે 1502 કરોડની જોગવાઈ
- માર્ગ અને મકાન વિભાગ માટૈ 11185 કરોડની જોગવાઈ
- બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ
- ઉર્જા અને પેટ્રો કેમિકલ વિાગ માટે 13034 કરોડની જોગવાઈ
- ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ
- ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ
- વન અને પર્યાવરણ વિભાગ માટે 1814 કરોડની જોગવાઈ
- ગૃહ વિભાગ માટે 7960 કરોડની જોગવાઈ
- અન્ન અને નાગરિક પૂર્વઠા વિભાગ માટે 1224 કરોડની જોગવાઈ
- મહેસુલ વિભાગ માટે 4548 કરોડની જોગવાઈ
- વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ માટે 563 કરોડની જોગવાઈ
• બાળકોના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવા માટે ૩૪૦૦ શાળાઓમાં જરૂરી તમામ સુવિઘાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે ૨૧,૨૦૭ કરોડનું આયોજન.
• ધોરણ-૬ થી ૮ ના આશરે ૪૫ લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના, અન્ન સંગમ યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજના અંતર્ગત કુલ ૨૧,૦૪૪ કરોડની જોગવાઈ.
બજેટની શરૂઆત કરતાં નીતિન પટેલે કોરોના મહામારીનો ઉલ્લેખ કરીને સરકારે કરેલા કાર્યો જણાવ્યા છે. કોરોનાની મહામારીમાંથી બહાર આવવા સરકારે અવિરત કામ કર્યું છે..તેમજ સરકારે કોરોના વોરિયર્સના સહયોગથી સરકારે કોરોના સામે લડત આપી છે. નવી મેડિકલ કોલેજો, હોસ્પિટલની સંખ્યા વધારવામાં આવી છે. બ્લડ બેંકો, આધુનિક એમ્બ્યુલંસ સહિતની સુવિધામાં પણ વધારો કરાયો છે.તેમજ કોરોનાની મહામારીમાં બેડની સંખ્યામાં વધારો અને ધનવંતરી રથ તેમજ કોરોના ટેસ્ટ માટે ડોમ ઉભા કરવાથી લઇને સરકારે કરેલા કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
• રાઇટ-ટુ-એજયુકેશન એક્ટ અંતર્ગત રાજયમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ૫૬૭ કરોડની જોગવાઈ.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ટયુશન ફી તથા હોસ્ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય રૂપે રાહત પૂરી પાડવા માટે ૨,૮૭ કરોડની જોગવાઈ.
• ૧ ૧ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને એસ.ટી. બસ ફી પાસ કન્સેશન માટે ૨૨૦૫ કરોડની જોગવાઈ.
- કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા અંદાજીત ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા 200 કરોડની જોગવાઈ.
• ક્યાત નિવાસી શાળાઓ જેવી કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, મોડેલ સ્કૂલ અને આશ્રમ શાળા ખાતે ઉત્તમ પ્રકારનું નિવાસી શિક્ષણ મળે તે હેતુથી વિશાળપાયે માળખાગત સુવિધાઓ ઊભી કરવાની યોજના માટે ૨૮૦ કરોડની જોગવાઈ. રાજ્યની ૨૦૦૦ પ્રાથમિક શાળાઓ ખાતે વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધા માટે ૨૭૨ કરોડની જોગવાઈ,
• માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ ઓગણીસ લાખ કરતાં વધુ વિધાર્થીઓને વિના મૂલ્ય પાઠયપુસ્તકો પૂરાં પાડવા ૨૬૫ કરોડની જોગવાઇ.
• જે બાળકોના ઘરનું અંતર તેમની શાળાથી ૧ કીલોમીટર કરતાં વધુ હોય તેવા દોઢ લાખથી વધુ બાળકોને વાહનવ્યવહારની સુવિધા આપવા માટે ૨૬૦ કરોડની જોગવાઇ.
- પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કોઈ 8796 કરોડની જોગવાઈ
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 13493 કરોડની જોગવાઈ
- ગિફ્ટ સિટી 100 કરોડ ની જોગવાઈ
- શ્રમ અને રોજગાર વિભાગ માટે કુલ 1502 કરોડની જોગવાઈ
- માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 11,185 કરોડની જોગવાઈ
- બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 1478 કરોડની જોગવાઈ
- ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 13,034 કરોડની જોગવાઈ
- ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે કુલ 910 કરોડની જોગવાઈ
- ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 6599 કરોડની જોગવાઈ
- પ્રવાસન વિભાગ માટે 488 કરોડની જોગવાઈ
- અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે કુલ 1224 કરોડની જોગવાઈ
- વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ૫૬૩ કરોડની જોગવાઈ
- રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ માટે કુલ ૫૦૭ કરોડની જોગવાઈ
- માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 168 કરોડની જોગવાઈ
- સામાન્ય વહીવટી વિભાગ માટે કુલ 1730 કરોડની જોગવાઈ
• ઐતિહાસિક મહત્ત્વ અને વિશેષ પ્રકારના વારસાગત સ્થાપત્ય ધરાવતી ખૂબ જૂન શાળાઓનું મહત્ત્વ એનેરુ છે. આ શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ કરવા માટે ૨૨૫ કરોડની જોગવાઈ.
• રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે શોધ યોજના અંતર્ગત ૨૨૦ કરોડની જોગવાઈ.
નોંધનીય છે કે ગુજરાત પહેલુ રાજ્ય છે જ્યા મોબાઇલ એપ પર બજેટ મુકાશે જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તમામ દસ્તાવેજ ઉપલબ્ધ હશે. લોકો એપ્લિકેશનમાં બજેટને લઇ તમામ વિગતો જોઇ શકશે તથા એપ્લિકેશનમાં ગત વર્ષના બજેટના દસ્તાવેજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બજેટ એપ.માં 26 વિભાગના પ્રકાશન મુકવામાં આવશે.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. 7232 કરોડની જોગવાઇ
નાણા મંત્રી નીતિન ભાઇ પટેલે ગુજરાતનું બજેટ રજૂ કર્યુ. વાવણીથી કાપણી સુધીનો તબક્કો હોય કે પછી ખેત પેદાશો બજાર સુધી પહોંચાડવાની વાત હોય ગુજરાત સરકાર હંમેશા ખેડૂતોના પડખે ઉભી રહી છે. તેમણે કહ્યું કે આપણા ખેડૂત ભાઇઓને હું મારા દિલથી અભિનંદન પણ આપવા માંગુ છું કે તેઓએ કોરોના કાળમાં અન્ન અને શાકભાજીની ખોટ પડવા ન દીધી. રાજ્યના ખેડૂતોને વધુ સક્ષમ, સંસાધન સભર અને સફળ બનાવવા અમારી સરકાર સદાય પ્રયત્નશીલ છે.
ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 13 હજાર 493 કરોડની જોગવાઈ
રાજ્ય સરકાર દ્વારા બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 13 હજાર 493 કરોડની જોગવાઈ કરવામાં આવી જેમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની નગરપાલીકાઓ, મનપા અને શહેરી વિકાસ સત્તા મંડળો માટે 4 હજાર 563 કરોડની જોગવાઈ કરવામાં આવી. નવા 55 હજાર આવાસના નિર્માણ અર્થે સહાય માટે 900 કરોડની જોગવાઈ કરાઈ. અમદાવાદ, ગાંધીનગર અને સુરત શહેર ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લીમીટેડ હેઠળ 568 કરોડની અને સ્વચ્છ ભારત મિશન તેમજ નિર્મળ ગુજરાત હેઠળ 200 કરોડની જોગવાઈ કરવામાં આવી. તો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ જુથ બનાવી 1 લાખ સુધીનું વ્યાજ રહિત ધીરાણ આપવાની યોજના માટે 80 કરોડની જોગવાઈ કરવામાં આવી.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31