GSTV
Gujarat Government Advertisement

બેકાબુ કોરોના/ બ્રાઝિલમાં કોરોનાની હચમચાવતી તસ્વીરો, કબરમાંથી કંકાલ કાઢી કરવામાં આવી રહી શવ માટે જગ્યા

કોરોના

Last Updated on April 3, 2021 by

કોરોના વાયરસ દુનિયાભરમાં કેર ચાલુ છે. બ્રાઝીલની હાલત ખુબ ખરાબ છે. આ સ્મશાનોમાં શવ દફનાવવા માટે જગ્યા ઓછી પડી રહી છે. એવામાં જૂની કબર ફરી ખોદવામાં આવી રહી છે. કંકાલ કાઢી જગ્યા બનાવવામાં આવી રહી છે.

3 લાખથી વધુ લોકોના મોત

બ્રાઝીલમાં કોરોનાનો મૃત્યુદર ઘણો વધારે છે. અત્યાર સુધી અહીં કોરોનાથી 3 લાખ 25 હજાર લોકોના મોત થઇ ચુક્યા છે. દુનિયાની સૌથી સઘન આબાદી વાળા શહેરમાં શામેલ સાઓ પાલોના નવા કાશોઈરિન્હા સિમેન્ટ્રી ફોટો હચમચાવવા વાળી છે. અહીં કર્મચારી જુના કંકાલોને હટાવી નવા શવની જગ્યા બનાવી રહ્યા છે. એક સ્મશાનમાં લગભગ એક હજાર કબરમાંથી કંકાલ કાઢવામાં આવ્યા છે.

વાયરસના બે નવા સ્વરૂપોની જાણ થઇ

કબરોથી કાઢવામાં આવી રહેલા કંકાલ બીજી કોઈ જગ્યાએ દાટવા માટે પેક કરવામાં આવી રહ્યા છે. દિવસ રાત કબરો ખોદવામાં આવી રહી છે. ઝડપથી વધતા કોરોનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યાએ ચિંતા વધારી છે. સાઉ પાલોના સ્મશાનોમાં દરરોજ રેકોર્ડ સંખ્યામાં શવ આવી રહ્યા છે. બ્રાઝીલમાં વાયરસનાના બે પ્રકારોની જાણ થઇ છે. એને ચિંતા વધારી છે.

અમેરિકા પછી બીજા નંબર પર

માત્ર માર્ચ મહિનામાં જ બ્રાઝીલમાં 60 હજાર લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. કોરોનાનો અમેરિકા પછી સૌથી વધુ બ્રાઝીલમાં કેર છે. ગયા એક સપ્તાહમાં અહીં પ્રતિદિન સરેરાશ 75,500 કેસ આવી રહ્યા છે તો 3 હજાર લોકોના મોત થઇ રહ્યા છે. બ્રાઝીલની બગડતી હાલતને જોતા બ્રિટને ત્યાથી આવતી તમામ ફ્લાઇટો પર પ્રતિબંધ મૂકી દીધો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30