GSTV
Gujarat Government Advertisement

હાર્દિકનો હાથ છોડી ભાજપમાં ગયેલા પાટીદાર નેતાની પત્ની માટે આવ્યા ખુશીના સમાચાર, અહીંથી મેળવી ભવ્ય જીત

Last Updated on March 2, 2021 by

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજનો દિવસ ભારતીય જનતા પાર્ટી માટે ખુશીનો દિવસ છે. જ્યારે કોંગ્રેસ માટે ખરાબ પરિણામ આવ્યા છે.

ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓના આજે પરિણામ આવ્યા છે. લગભગ મોટા ભાગની જગ્યાએ ચિત્ર સ્પષ્ટ થઈ ગયા છે. આ ચૂંટણીમાં તમામ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. આ ચૂંટણીની વાત કરીએ તો, કોંગ્રેસે જેના પર સૌથી મોટી જવાબદારી સોંપી હતી, તેવા હાર્દિક પટેલનો જાદૂ પણ કામમાં આવ્યો નથી.

અહીં વાત કરીએ તો, હાર્દિક પટેલના એક સમયે સાથીદાર રહેલા અને બાદમાં ભાજપમાં જોડાયેલા દિલીપ સાબવાના પત્ની બોટાદ નગરપાલિકાની ચૂંટણી લડ્યા હતા. બોટાદ નગરપાલિકા વોર્ડ નંબર 10માંથી ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા, ત્યારે આ ચૂંટણીમાં દિલીપ સાબવાની પત્નીનો ભારતીય જનતા પાર્ટીની સીટ પરથી ભવ્ય વિજય થયો છે.

બોટાદ નગરપાલિકાની વાત કરીએ તો, અહીં કુલ 44 બેઠકો છે. જેમાંથી 40માં ભાજપનો વિજય થયો છે. જ્યારે માત્ર 4 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. ત્યારે આ પરિણામ જોતા બોટાદ નગરપાલિકામાં ભાજપનો લહેરાયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33