GSTV
Gujarat Government Advertisement

જલ્દી કરો / આ રીતે બુક કરો રાંઘણ ગેસ, 50 રૂપિયા સસ્તો મળશે LPG સિલિન્ડર

LPG

Last Updated on March 7, 2021 by

ગત કેટલાક સમયથી રાંધણ ગેસની કીંમતમાં સતત વધારો થયો છે. ફેબ્રુઆરીમાં 3 વખત અને માર્ચના પહેલા દિવસે પણ કીંમતમાં વધારો થયો હતો. ફેબ્રુઆરીમાં 4 વખત LPG Gas Cylinderની કીંમતમાં 125 રૂપિયાનો ઉછાળો આવ્યો. મોંઘવારી વચ્ચે ઈન્ડિયન ઓઈલે પોતાના કસ્ટમર્સને સસ્તામાં ગેસ સિલિન્ડર લેવાની તક આપી રહ્યુ છે. તેની જાણકારી તેને ટ્વિટ કરીને આપી છે. ચાલો જાણીએ તેના વિશે વિસ્તારથી.

ઈન્ડિયન ઓઈલે ટ્વિટ કરીને કહ્યું કે, તમે Amazon payની મદદથી બુકિંગ અને પેમેંટ કરો છો તો કીંમતમાં 50 રૂપિયાની રાહત મળશે. કસ્ટમરને 50 રૂપિયાનું કેશબેક મળશે. 14.2 કિલોગ્રામવાળા નોન સબસિડિ LPG Gas Cylinderની કિંમત દિલ્લીમાં 819 રૂપિયા, કોલકત્તામાં 845.50 રૂપિયા, મુંબઈમાં 819 રૂપિયા અને ચેન્નઈમાં 835 રૂપિયા છે. જણાવી દઈએ કે, 1 માર્ચે LPG ગેસની કીંમત 25 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. તે પહેલા 25 ફેબ્રુઆરીએ 25 રૂપિયા, 15 ફેબ્રુઆરી 50 અને 4 ફેબ્રુઆરીએ કીંમતમાં 25 રૂપિયાની તેજી આવી હતી. જાન્યુઆરીમાં કીંમતમાં કોઈ વધારો થયો નહોતો. ડિસેમ્બર મહિનામાં 1 ડિસેમ્બર અને 15 ડિસેમ્બરે કીંમતમાં 50-50 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો.

ગેસ

19 કિલોગ્રામવાળા સિલિન્ડરનો ભાવ

માંર્ચના પહેલા દિવસે 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 95 રૂપિયાના ભાવમાં વધારો થયો છે. દિલ્લીમાં ગેસ સિલિન્ડરની કીંમત 1614 રૂપિયા, કોલકત્તામાં 1681.50 રૂપિયા, મુબઈમાં 1563.50 રૂપિયા અને ચેન્નઈમાં 1730.50 રૂપિયા છે. રાંધણ ગેસ સિલિન્ડરની કીંમત ચેક કરવા માટે તમારે સરકારી ઓઈલ કંપનીની વેબસાઈટ પર જવુ પડશે. અંહિ કંપનીઓ દર મહ્ને નવા ભાવ જારી કરે છે. (https://iocl.com/Products/IndaneGas.aspx) આ લિંક પર તમે તમારા શહેરના ગ્સ સિલિન્ડરના ભાવ ચેક કરી શકો છો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33