GSTV
Gujarat Government Advertisement

NEET 2021: વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, નીટની પરીક્ષાની તારીખો થઈ ગઈ જાહેર, આ વર્ષે એક જ વાર યોજાશે પરીક્ષાઓ

Last Updated on March 12, 2021 by

મેડિકલના અંડરગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન માટે યોજાનારી પ્રવેશ પરીક્ષા નીટ-2021 (NEET) ની રાહ જોતા વિદ્યાર્થીઓ માટે હાલ મહત્વના સમાચાર આવ્યા છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ નીટ 2021 પરીક્ષાની તારીખ જાહેર કરી છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આ પરીક્ષા 1 ઓગસ્ટ 2021ના રોજ આયોજીત કરશે. મેડિકલ કોલેજો માટે રાષ્ટ્રીય પાત્રતા તથા પ્રવેશ પરીક્ષા 11 ભાષાઓમાં લેવાશે. વિદ્યાર્થીઓ એનટીએની સત્તાવાર વેબસાઈટ nta.ac.in જઈને પરીક્ષા સંબંધિત જાણકારી મેળવી શકશે.

આ વર્ષે પરીક્ષાનું એક જ વાર આયોજન થશે

આ અગાઉ એનટીએના ડાયરેક્ટર વિનીત જોશીએ જણાવ્યુ હતું કે, નીટ-2021ની પરીક્ષા વર્ષમાં એક જ વાર આયોજીત કરવામાં આવશે. નીટ-2021ને લઈને આ પહેલા ચર્ચા થઈ હતી કે, આ વર્ષે બે વાર આયોજીત કરવામાં આવી શકે છે. નીટ પ્રવેશ પરીક્ષાનું આયોજન મેડિકલ એન્ડ ડેંટલ પાઠ્યક્રમોમાં એડમિશન માટે યોજાય છે. વિદ્યાર્થીઓ તેના માટે એમબીબીએસ અને બીડીએસમાં પ્રવેશ મેળવી શકે છે. ગત વર્ષે લગભગ 15 લાખ વિદ્યાર્થીઓ આ પ્રવેશ પરીક્ષા આપી હતી.

પરીક્ષા પૈટર્નમાં કોઈ ફેરફાર નથી કર્યો


નીટ-યુજીની પરીક્ષા પૈટર્નમાં બદલાવને લઈને અલગ અલગ ક્યાસ લગાવામાં આવતા હત. પણ તેમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ઉચ્ચ શિક્ષણ સચિવ અમિત ખરેએ કહ્યુ હતું કે, આ પ્રકારની શોર્ટ નોટિસની સાથે પરીક્ષા પૈટર્નમાં ફેરફાર કરવો વિદ્યાર્થીઓ માટે યોગ્ય નથી. પરીક્ષા આયોજન કરવામાં હજૂ મોડુ થશે. તેનાથી નવુ સત્ર પણ પ્રભાવિત થશે.

આ કારણે નથી કર્યો કોઈ બદલાવ

ખરેએ પરીક્ષા મોડ પર કહ્યુ હતું કે, નીટ-યુજી પરીક્ષા કોમ્પ્યુટર પર લેવાની પહેલા વ્યાપક પરામર્શનની આવશ્યકતા છે. જેઈઈ અને નીટની વચ્ચે ઘણૂ અંતર છે. જેઈઈ તમામ એન્જીનિયરીંગ કોલેજો માટે ફરજિયાત નથી. પણ મેડિકલ કોલેજોમાં નીટ દ્વારા જ પ્રવેશ થાય છે. તેમણે કહ્યુ હતું કે, એ પણ જાણી લો કે, એક જીવવિજ્ઞાનનો વિદ્યાર્થી કોમ્પ્યુટરની સાથે સેટ ન પણ થાય. તેમને અભ્યાસ કરવાની અને શિખવાની જરૂર પડે. આજ કારણ છે કે, કોઈ પણ પ્રકારના ફેરફાર કરતા પહેલા અમે 6થી 8 મહિનાનો સમય આપી નોટિસ બાદ જ કોઈ નિર્ણય લઈશું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33