Last Updated on March 31, 2021 by
દેશમાં કોરોના વાઈરસની નવી લહેરમાં મહારાષ્ટ્ર એપિસેન્ટર બનતું જોવા મળી રહ્યું છે. છેલ્લા અમુક દિવસથી મહારાષ્ટ્રમાં 25 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આ દરમિયાન બીએમસી કમિશ્નર ઈકબાલ સિંહ ચહલે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ કહ્યું હતું કે, મુંબઈમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ચૂકી છે.
મુંબઈમાં છેલ્લા 49 દિવસોમાં 91 હજાર કોરોના નવા કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 80 ટકાથી વધુ એટલે 74 હજાર કેસમાં લોકોમાં કોરોનાના કોઈ લક્ષણ નહોતા. જ્યારે 17 હજાર લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. જે લોકો કોરોના પોઝિટિવ છે અને તેમનામાં કોઈ લક્ષણ નથી જોવા મળી રહ્યાં તેમને પણ કોરોના પોઝિટિવનો સ્ટેમ્પ લગાવવામાં આવી રહ્યો છે. જો આવા લોકો સાર્વજનિક સ્થળોએ લોકોને મળે છે તો તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામા આવશે.
દેશના પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ નેતા એચડી દેવગૌડાને કોરોના થયો છે. પૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી. તેમણે ટ્વિટ કરી કે,‘મારી પત્ની ચેન્નામા અને મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમે બંને અને પરિવારના અન્ય સભ્યો સેલ્ફ આઈસોલેટ થયા છે. હું તમામને અપીલ કરું છું કે ગત અમુક દિવસોમાં અમારા સંપર્કમાં આવેલા તમામ લોકો ટેસ્ટ કરાવી લે. પક્ષના કાર્યકરો બહુ ચિંતિત ના થાય.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા સાથે ફોન પર વાત કરી તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. એચડી દેવગૌડા હાલ 87 વર્ષના છે. તેઓ 1 જૂન 1996 થી 21 એપ્રિલ 1997 સુધી વડાપ્રધાન રહ્યાં છે. તેઓ કર્ણાટકના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને હાલ કર્ણાટકથી જ રાજ્યસભાના સાંસદ છે.
દેશમાં કોરોનાના વધતા કેસની સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે નવી સ્ટ્રેટેજી બનાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સૌથી વધુ પ્રભાવિત જીલ્લાઓમાં આગામી 2 સપ્તાહની અંદર 45થી વધુ વયના લોકોને વેક્સિનનો ડોઝ આપવાનો આદેશ કર્યો છે. આ સાથે જ કેન્દ્રએ વેક્સિનેશન અભિયાનમાં ઝડપ લાવવા અને તમામ યોગ્યતા પાત્ર વ્યક્તિઓને વેક્સિન લગાવવા સૂચના આપી છે.
કેન્દ્રએ કહ્યું કે, વધુ કેસ લોડ વાળા તમામ જીલ્લાઓમાં આગામી 2 સપ્તાહની અંદર 45 કે તેથી વધુ વયના લોકોને પ્રાથમિકતા આપી વેક્સિન લગાવવી. આ સાથે કોરોનાના દરેક દર્દીના સંપર્કમાં આવેલા 25 થી 30 લોકોને ક્વારેન્ટાઈન કરવાની વ્યવસ્થાની સૂચના પણ આપી છે, જેથી કોરોનાના કેસ વધતા અટકાવી શકાય. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે- હજુપણ ટેસ્ટ-ટ્રેક અન ટ્રિટની નીતિ પર ફોક્સ રાખવું જરૂરી છે. કન્ટેનમેન્ટ ઝોનમાં આકરા નિયમો લાગુ કરવા અને તેનું પાલન કરાવવું જરૂરી છે.
અમદાવાદ સહિત રાજ્યમાં વકરતા કોરોના કેસ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારી જેવી સ્થિતિ ફરી સર્જાઈ છે અને આગામી ચારથી પાંચ દિવસમાં સિવિલમાં આવેલી કોવિડની 1200 બેડની હોસ્પિટલ ફૂલ થઈ શકે તેવી સિવિલ સુપ્રિટેન્ડેન્ટે ચિંતા વ્યક્ત કરી છે. અત્યારે જ સિવિલ હોસ્પિટલમાં ગત વર્ષ જેટલા કેસ દાખલ છે. દરરોજ સિવિલ હોસ્પિટલમાં 100થી 125 જેટલા ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. ગઈકાલે જ અમદાવાદ સિવિલમાં 123 દર્દીઓ દાખલ થયા. ત્યારે જો આગામી દિવસોમાં 1200 બેડની હોસ્પિટલ ફૂલ થશે તો દર્દીઓને અન્યત્ર ક્યાં રાખવા તેનો વિકલ્પ શું તે પણ તંત્ર માટે મોટો સવાલ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31