GSTV
Gujarat Government Advertisement

જીતનો પાવર/ 2015ની ચૂંટણીમાં મળેલી હારનું વ્યાજ સાથે 2021માં વસૂલ કર્યું, 2022માં પણ ગુજરાતમાં ભાજપના જ સિક્કા વાગશે

BJP win in gujarat election

Last Updated on March 2, 2021 by

ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતો તથા 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ઉપરાંત 81 નગરપાલિકાઓની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. આ ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા રવિવારે પૂર્ણ થઈ ચૂકી હતી, ત્યારે આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે.

મતગણતરીમાં 10 વર્ષ પછી ભાજપનો ફરી ગામડાંઓમાં ડંકો વાગ્યો છે જ્યારે કોંગ્રેસ હતી ત્યાંની ત્યાં છે. 2015ની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું તો નગરપાલિકાઓમાં ભાજપનું જોર રહ્યું હતું. જ્યારે આ વખતે છ મહાનગરપાલિકાઓ બાદ 31 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો સફાયો થયો છે. ગુજરાતમાં મહાનગરપાલિકા બાદ હવે પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં પણ ભગવો લહેરાતા કમલમમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. ચૂંટણીમાં અભૂતપૂર્વ જીત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કમલમ પોહચી ગયાં છે. આઈ.કે જાડેજાએ ખેસ પહેરાવી મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કર્યું હતુ.

ગામડું હોય કે નગર હોય જ્યાં માનવી હશે ત્યાં સુવિધા પહોંચાડીશું : CM


કમલમ ખાતે વિજયોત્સવ ઉજવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે, ‘રાજ્યભરમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસ વિપક્ષ માટે પણ લાયક નહીં તેવા ચૂંટણી પરિણામ જોવા મળ્યાં. ગામડું હોય કે નગર હોય જ્યાં માનવી હશે ત્યાં સુવિધા પહોંચાડશું. ગુજરાતની જનતાએ ભાજપ પર ભરોસો મૂક્યો છે. ગુજરાત ભાજપનું જ ગઢ હતું, છે અને રહેશે. ગુજરાતની જનતાએ ઉત્સાહથી કોંગ્રેસનો સફાયો કર્યો. આખા ગુજરાતમાંથી કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા છે.’

2015માં ભાજપને નુકસાન હતું તે આજે વ્યાજ સાથે પૂરું કર્યું : પાટીલ


બીજી બાજુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ‘આજે ભાજપના કાર્યકર્તાઓનો લોકો અને સરકારના કામોનું પરિણામ અહીં જોવી મળ્યું છે. 2015 માં ભાજપને નુકસાન હતું તે આજે વ્યાજ સાથે પૂરું કર્યું છે. 2015માં ભાજપ 5 જિલ્લા પંચાયતોમાં લીડ પર હતું આજે 31 પંચાયતોમાં લીડ પર છે. મે 31 સભાઓ અને રેલીઓ દરમિયાન અનુભવ કર્યો હતો કે, ભાજપ 31 જિલ્લા પંચાયત જીતશે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મતદારોનો આભાર માનું છું. તમામ મતદારોએ ભાજપને ખુલ્લું સમર્થન આપ્યું તે માટે સૌનો ખૂબ ખૂબ આભાર. તમામ આગેવાનો, મંત્રીઓ અને સરકારે જે કામ કર્યું છે તે માટે હું સૌનો આભાર માનું છું. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની ફરજો પુર્ણ કરશે.’

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33